Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કાનુડા મિત્ર મંડળ દ્વારા અવિરત સેવાયજ્ઞઃ શ્રમિકોના બાળકોને રમકડા-ફુડકીટ વિતરણ

રાજકોટઃ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા આજ સુધીમાં કુલ ૨૧ સ્પેશિયલ ટ્રેન રાજકોટ થી નીકળેલ છે. કાનુડા મિત્ર મંડળ દ્રારા તમામ ટ્રેનના લગભગ ૨૮૦૦૦ જેટલા શ્રમિકો માટે ફૂડ કીટ અને સેનેટાઇસિંગ ફુડ કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાનુડામિત્ર મંડળનો સેવાયજ્ઞ લોકડાઉન શરૂ થયું ત્યાર થી થઈ રહ્યો છે જેમાં આજ સુધીમાં શ્રમિકો માટે ઉપડતી સ્પે. ટ્રેનમાં તમામ શ્રમિકો માટે ફુડ કીટની વ્યવસ્થા ઉપરાંત ૩૨૦૦ જેટલા બાળકો માટે સ્કૂલ બેગ,રમકડા,બિસ્કીટ-ચોકલેટ તેમજ તમામ માટે સેનેટાઈઝિંગ કીટ જેમાં માસ્ક, સેનેટાઈઝર, સાબુની  વ્યવસ્થા પણ  કરવામાં આવી રહી છે. આજ સુધીમા ૨૧ ટ્રેનમાં ર૮૦૦૦ થી વધુ શ્રમિકોને આ તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હજુ પણ આ સેવાકાર્ય સતત કાર્યરત છે. આ ઉપરાંત શ્રમિકોના સામાન ઉપાડવા ખાસ કુલીઓની વ્યવસ્થા પણ  કરવામાં  આવી રહી છે. અને શ્રમિકોની બે ટ્રેનના કુલ ૨૦૫૫ જેટલા શ્રમિકોનો ટિકિટ ખર્ચ પણ કાનુડામિત્ર મંડળ દ્રારા કરવામાં આવ્યો હતો. આ સેવાયજ્ઞમાં એડવોકેટ શ્રી અનિલભાઇ દેસાઇ, એડવોકેટશ્રી કમલેશભાઇ શાહ, શ્રી કેતનભાઇ પટેલ પ્રમુખ, શ્રી ગજેન્દ્રસિંહ રાઠોડ,  શ્રી રાકેશભાઇ રાજદેવ, શ્રી રૂપલબેન રાજદેવ, શ્રી વિભાસભાઇ શેઠ, શ્રી કૃણાલભાઇ મણીયાર વિ. જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(2:50 pm IST)