Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભગવતીપરામાં હોમગાર્ડ સાગર ગરચર અને સગર્ભા પત્નિ પર કાળુભાઇ તથા તેના ભાણેજ યોગેશનો હુમલો

લોકડાઉન તો થોડા દિવસ જ છે...આ શેરીમાં આવવું નહિ કહી ડખ્ખો કરતાં અરજી કરી'તી : પાંચ દિવસ પહેલા સાગરની પીસીઆર-૪માં નોકરી હોઇ ગાડી ૧૭ નંબરની શેરીમાં જતાં બહાર બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતીઃ તે વખતે ટીનાભાઇ અને તેના પુત્રએ માથાકુટ કરતાં અરજી કરી હોઇ તેનો ખાર રાખી હુમલો

રાજકોટ તા. ૧૫: ભગવતીપરા-૫માં રહેતાં અને લોકડાઉન અંતર્ગત બી-ડિવીઝન પોલીસ મથકની પીસીઆર-૪ના સ્ટાફ સાથે ફરજ બજાવતાં હોમગાર્ડ જવાન સાગર કિશોરભાઇ ગરચર (ઉ.વ.૨૫) પર રાત્રીના દસેક વાગ્યે આ વિસ્તારના જ કાળુભાઇ બોરીચા અને તેના ભાણેજ યોગેશ બાબુભાઇએ ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં તેને છોડાવવા માટે સગર્ભા પત્નિ અમિતાબેન સાગર ગરચર (ઉ.૨૫) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંને પતિ-પત્નિ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

એએસઆઇ યુ. બી. પવારે સાગરની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ કરી હતી. સાગરના કહેવા મુજબ હું હોમગાર્ડમાં ફરજ બજાવુ છું અને હાલમાં લોકડાઉનમાં મારી નોકરી બી-ડિવીઝનમાં છે. પાંચ દિવસ પહેલા રાત્રીના સમયે પીસીઆર-૪ના સ્ટાફ સાથે હું પેટ્રોલીંગમાં હતો. આ વખતે ગાડી ભગવતીપરા-૧૭માં ગઇ ત્યારે લોકો બહાર હોઇ નાસભાગ મચી ગઇ હતી. બાદમાં ટીનાભાઇએ મારા ઘરે આવી કહ્યું હતું કે લોકડાઉન તો થોડો સમય જ છે, હવે પછી શેરીમાં આવવું નહિ. આથી મેં તેને કહ્યું હતું કે નોકરીના ભાગ રૂપે આ બધુ અમારે કરવાનું હોય છે. ત્યારે બોલાચાલી થઇ હતી એ પછી તેના પુત્ર હિમાંશુએ પણ માથાકુટ કરતાં મેં તે વખતે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

આ અરજીનો ખાર રાખી ગત રાતે ટીનાભાઇના ભાઇ કાળુભાઇ અને તેનો ભાણેજ યોગે આવ્યા હતાં અને મારા પર તથા સગર્ભા પત્નિ પર ધોકા-પાઇપથી હુમલો કરી ભાગી ગયા હતાં.

(1:17 pm IST)