Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનમાં ફાકી ન મળતાં કબજીયાત થઇ ગઇઃ આંબેડકરનગરનો ધર્મદિપ પરમાર એસિડ પી ગયો

મોટા ભાઇ કલ્પેશે કહ્યું-અગાઉ ૧૫-૨૦માં મળતી ફાકીના ભાવ હવે બમણા થતાં અમે પૈસા આપી શકતાં નહોતાં

રાજકોટ તા. ૧૫: લોકડાઉનને કારણે બંધાણીઓની હાલત ખરાબ થઇ રહી છે.  તમાકુ, બીડી, ફાકી નહિ મળતાં હોવાથી અમુક બંધાણીઓ ધીરજ ગુમાવી આપઘાત કે આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે. વધુ એક કિસ્સામાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯માં રહેતાં ધર્મદિપ નાગજીભાઇ પરમાર (ઉ.વ.૧૮) નામના વણકર યુવાનને ત્રણ દિવસથી ફાકી ન મળતાં અને કબજીયાત થઇ જતાં કંટાળી જઇ સંડાસમાં જઇ એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ધર્મદિપ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને કારખાનામાં મજૂરી કરે છે. ધર્મદિપના ભાઇ કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે ધર્મદિપને ફાકી ખાવાનું બંધાણ છે. હાલમાં લોકડાઉન ચાલુ હોઇ ફાકી બહુ મળતી નથી. અત્યાર સુધી તો અમે ૧૫-૨૦ લેખે તેને ફાકી શોધી આપતાં હતાં. પરંતુ હવે ફાકીના ભાવ ૩૦ સુધી પહોંચી ગયા હોઇ  એક તો મજૂરી બંધ હોઇ ઘરમાં પૈસાની પણ ખેંચ હોઇ ત્રણ ચાર દિવસથી અમે તેને ફાકીના પૈસા આપતા નહોતાં. સો રૂપિયાની ત્રણ ફાકી લેવી પોષાય તેમ ન હોઇ તેને ફાકી ન લેવા ઠપકો પણ દીધો હતો. પરંતુ ફાકી ન મળવાથી ત્રણેક દિવસથી તેને કબજીયાત થઇ ગઇ હોઇ તે કંટાળી ગયો હતો અને આજે સવારે સંડાસમાંથી એસિડ લઇ પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(1:16 pm IST)