Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મોરબીના વવાણીયા ગામે રામબાઈ મંદિરે શુક્રવારે પાટોત્સવઃ નવચંડી યજ્ઞ

સાંસ્કૃતિક કાર્યક્રમઃ પૂ.જગન્નાથજી મહારાજના હસ્તે પુસ્તકનું વિમોચન

રાજકોટ,તા.૧૫: મોરબીના વવાણીયામાં રામબાઈમાના મંદિરે તા.૧૭મેના શુક્રવારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં સવારે ૮ કલાકે નવચંડી યજ્ઞ જેના યજમાન વાજડીના ભાવેશભાઈ રાઠોડ, મોરબીના વિશાલભાઈ ડાંગર તથા રાજકોટના રમેશભાઈ મકવાણા છે. ૯:૩૦ થી ૧૧ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક વિચાર વિમર્શ, બપોરે ૨:૩૦ વાગ્યે મયુરનગર યુવા રાસ મંડળ તથા વિજયભાઈ અને ગીગાભાઈ આહીર દ્વારા રાસોત્સવ રજૂ થશે. સાંજે ૪:૩૦ થી ૬:૩૦ ધર્મસભા તથા આહીર કસુંબલ કથા પુસ્તકનું પૂજય જગન્નાથજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવશે.

ધર્મ સભાના વકતા બોટાદના પરમ પૂજય આત્માનંદ સરસ્વતી છે. રાત્રે ૯:૩૦ વાગ્યે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, લોક ગાયિકા મીરાબેન આહીર તથા રશ્મિતાબેન રબારી રંગત જમાવશે. આ પાટોત્સવમાં સાયલા, ભાયાસર, મોરબી, કચ્છ જેવા ઘણા ગામોમાંથી સંતો મહંતો અર્શિવચત પાઠવશે.

આ પ્રસંગનો લાભ લેવા માટે રામબાઈમા મંદિર વ્યવસ્થાપક સમિતિ, મહંતશ્રી જગન્નાથજી મહારાજ શ્રી પ્રભુદાસજી તથા કિશનદાસજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મો.૯૯૨૫૨ ૯૫૦૯૩/ ૮૯૮૦૮ ૪૯૯૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

મહાપ્રસાદમાં ધીરૂભાઈ હમીરભાઈ ચાવડા, અરવિંદભાઈ ધીરૂભાઈ ચાવડા, કાનજીભાઈ ધીરૂભાઈ ચાવડા તથા વિક્રમભાઈ ધીરૂભાઈ ચાવડા- મોરબી  તેમજ રાત્રે ભજન કાર્યક્રમમાં શ્રીમતી સીતાબેન પરબતભાઈ આહિર વિદ્યાલય- મોરબી, પરબતભાઈ ભવાનભાઈ હુંબલ- મોરબીનો સહયોગ મળેલ છે.

આયોજનમાં રામબાઈમાં મંદિર સમિતિ વવાણાયા ગામના સર્વશ્રી જગન્નાથજી મહારાજ (વવાણીયા), રાઠોડ ગીગાભાઈ માંડણભાઈ (રાજકોટ), કાનગડ પ્રવિણભાઈ આપાભાઈ (રાજકોટ), રાઠોડ જશુભાઈ હરીભાઈ (રાજકોટ), ડાંગર રાવતભાઈ લક્ષ્મણભાઈ (રાજકોટ), રાઠોડ વિજયભાઈ વશરામભાઈ (વાજડી), ડાંગર મેણંદભાઈ બીજલભાઈ (મોરબી), હુંબલ ચંદુભાઈ ઉગાભાઈ (મોરબી), અવાડીયા દેવાભાઈ પરબતભાઈ (મોરબી), મિયાત્રા જેઠાભાઈ રમુભાઈ (મોરબી), રાઠોડ ઉગાભાઈ સુખભાઈ (મોરબી), ખાંભરા ધીરૂભાઈ જેસંગભાઈ (મોટા દંહિસરા), હુંબલ જેસંગભાઈ મુળુભાઈ (મોટા દંહિસરા), રાઠોડ ધીરૂભાઈ હરીભાઈ (બેડી), મૈયડ પુનાભાઈ ગોવિંદભાઈ (રાજકોટ), ડાંગર ધીરૂભાઈ સુખભાઈ (રાજકોટ), મકવાણા અરજણભાઈ બેચરભાઈ (રાજકોટ), ચાવડા રોહિતભાઈ વિક્રમભાઈ (ઈશ્વરીયા), રાઠોડ ભાવેશ લક્ષ્મણભાઈ (વાજડી), જે.ડી.ડાંગર (રાજકોટ), બોરીચા દિનેશભાઈ લક્ષ્મણભાઈ (રાજકોટ), હુંબલ પરબતભાઈ ભવાનભાઈ (મોરબી), ડાંગર અમુભાઈ જેસંગભાઈ (મોટીબરાર), મિયાત્રા ચંદુભાઈ સવાભાઈ (રાજકોટ), રાઠોડ જલાભાઈ જશાભાઈ (મોરબી), ડાંગર કિશોર ઉગાભાઈ (રાજકોટ), કાનગડ દિલીપ હરીભાઈ (મોરબી), કાનગડ રાવતભાઈ પોલાભાઈ (મોરબી), કુવાડીયા દિલીપ દેવરાજભાઈ (મયુરનગર), મૈયડ પ્રભાતભાઈ મુળુભાઈ (મયુરનગર), મકવાણા કનુભાઈ ગોવિંદભાઈ (અલીયાબાડા), રાઠોડ લાલેશ પ્રભાતભાઈ (નાગડાવાસ), રાઠોડ રમેશ સવાભાઈ (મોટા દહિસરા), ડાંગર રમેશ અરજણભાઈ (રાજકોટ), હુંબલ અમુભાઈ  રાણાભાઈ (કેરાળી), ડાંગર ચંદુ સવાભાઈ (રામપર), ચાવડા કાળુભાઈ પોલાભાઈ (મોરબી), ચાવડા રમેશ વાલજીભાઈ (મોરબી), મકવાણા વિક્રમ જેસંગભાઈ (મોરબી) જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:46 pm IST)