Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કાગદડીના શ્રી ખોડીયારધામ આશ્રમે કાલથી ૧ મહિનો ધર્મોત્સવ

વિશ્વ શાંતિ અને જનકલ્યાણ અર્થે, મોરબી રોડ ઉપર અકસ્માતમાં મુત્યુ પામેલાઓની મુકિત માટે શ્રી રામ વિષ્ણુયજ્ઞ : કાલે સંતો મહંતોની હાજરીમાં ભવ્ય કળશયાત્રા નિકળશેઃ દરરોજ સાંજે ૫ થી રાત્રીના ૧૧ સુધી શ્રી રામવિષ્ણુ યજ્ઞઃ સંતવાણી, લોકડાયરો, રાસગરબાની જમાવટઃ પૂ. જયરામદાસ બાપુ

રાજકોટ, તા. ૧૫ : રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર આવેલ પવિત્ર પુનિત તપોભૂમિ શ્રી ખોડીયારધામ આશ્રમ ખાતે પવિત્ર પુરૂષોતમ માસ દરમિયાન વિશ્વ શાંતિ અને જનકલ્યાણ અર્થે તેમજ મોરબી રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા આત્માઓની મુકિત માટે તેમજ સર્વભકતજનોના કલ્યાણ અર્થે પ.પૂ.શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી પ્રેમદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી રામ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન પ.પૂ. શ્રી શ્રી ૧૦૮ શ્રી જયરામદાસબાપુના સાનિધ્યમાં તા.૧૬ મે થી તા.૧૩ જૂન સુધી કરવામાં આવેલ છે.

આશ્રમના મહંત શ્રી સુરેશદાસબાપુએ જણાવ્યુ કે જેમ સંક્રાંતિ માઘ માસ - ગ્રહણ અને કુંભ પર્વમાં સ્નાનનું મહત્વ રહેલ છે તેવી જ રીતે પવિત્ર પુરૂષોતમ માસ દરમિયાન   કરેલ યજ્ઞનું પૂણ્ય અનેકગણુ વધી જાય છે અને યજ્ઞમાં અપાતી આહુતિ જ દેવતાઓનો ખોરાક છે વેદોના વર્ણન મુજબ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં રોજ ઘરે ઘરે હવન થતાં હતા જે આજના યુગમાં લુપ્ત થઈ ગયેલ છે અને ઘરે ઘરે પશ્ચિમી સંસ્કૃતિ ઉજાગર થતી જાય છે માટે હિન્દુ સંસ્કૃતિને જીવતી રાખવા અને લુપ્ત થતી જતી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે હિન્દુ ધર્મની રક્ષા માટે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ધાર્મિક તહેવારોની ઉજવણી જેવી કે રથયાત્રાઓ, શોભાયાત્રાઓ, યજ્ઞ જેવા કાર્યક્રમો કરી લોકોમાં ધર્મ જાગૃતિનો કાર્ય અને આપણા હિન્દુ ધર્મસ્થાનો બચાવવા માટે પ્રયાસો તેમજ ધર્મમાં આસ્થા લાવવા નવયુવાનોને આહવાન કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં નિષેધ વસ્તુ માંસ અને મદીરાથી યુવાનો દૂર રહે તે દિશામાં કાર્ય કરવુ આ સિવાય હિન્દુ ધર્મમાં ગાયને માતાનું પ્રતિક માનવામાં આવે છે અને ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે પરંતુ આજ ગાય માતા શહેરોમાં રખડતી રઝળતી નિરાધાર તેમજ પ્લાસ્ટીક કચરા ખાતી જોવા મળે છે એક સમયમાં હિન્દુસ્તાનમાં ગૌધન એ જ સાચુ ધન ગણાતુ અને જે વ્યકિત પાસે વધુ ગૌધન તે મોટો અને સુખી માણસ ગણાતો આજના સમયમાં રોડ રખડતી ગાયોના વિકાસ બ્રાઝિલની જેમ ગૌ સવર્ધન કરીને ગીરગાયની ઓલાદ  અને ગીરગાયના આયુર્વેદ ગુણો જેવા કે આયુર્વેદના વર્ણન મુજબ દરેક રોગનો ઇલાજ ગાયના ગૌમુત્ર અને દુધમાં રહેલો છે. તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે દરેક હિંદુ ઘરે ગાય રાખવામાં આવે વિગેરે ગૌ જાગૃતિ આવે તેવા કાયક્રમો શ્રી ખોડીયારધામ આશ્રમ સંચાલીત મારૂતિ ગૌશાળા દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ગૌશાળામાં ૪૫૦ જેટલી ગૌમાતા ઓનો નિભાવ કરવામાં આવે છે. તેમજ કાયમી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને માતાના મઢે જતા પદયાત્રીઓ માટે રહેવા તેમજ જમવાની સાથે ઠંડા ગરમ પાણી, ચા, નાસ્તો, દવા વગેરેની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે, છેલ્લા ૧૩ વર્ષથી દર શનિવારે મારૂતિ યજ્ઞનુ઼ આયોજન કરવામાં આવે છે.

 શ્રી રામ વિષ્ણુ યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો આ મુજબ છે. તા.૧૬ બુધવાર સવારે ૯ થી ૧૨ ભવ્ય કળશ યાત્રામાં સંત સમાજના આગવું સ્થાન ધરાવતા ચિત્રકુટ ધામ ભગવદ્ આરાધના આશ્રમ તેમજ ખેડાપતિ બાલાજી આશ્રમના મહામંડલેશ્વર પ.પૂ.શ્રી ૧૦૦૮ પ્રેમદાસજી મહારાજ હાજર રહેેશે. યાત્રામાં ઘોડેસવાર યુવાનો તેમજ ૧૦૦ વધુ મોટરસાઇકલ અન્ય વાહનો દ્વારા આ કળશ યાત્રામાં ભકતો જોડાશે. યજ્ઞનો સમય દરરોજ સાંજે ૫ થી રાત્રીના ૧૧ સુધી રહેશે. દરરોજ મહાપ્રસાહ સાંજે ૭ થી ૧૦ સુધી ચાલુ રહેશે.

તા. ૧૯ શનિવાર રાતે ૯ કલાકે જુનિયર જેઠાલાલનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તા.૨૬ શનિવારે રાત્રે ૯ કલાકે ગુજરાતના ખ્યાતનામ ચારણી સાહિત્યના જાણીતા કલાકારશ્રી બ્રિજરાજદાન ગઢવી અને જયદિપભાઇ સોનીનો સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨ જુનના બુધવારે યજ્ઞની પુર્ણાહુતી લોકડાયરા સમયે અલ્પાબેન પટેલ, હરેશદાન ગઢવી અને દિવ્યેશ જેઠવા, જયદીપભાઇ સોની  વિગેરે કલાકારો લોકડાયરાની રમઝટ બોલાવશે. કાર્યક્રમની પુર્ણાહુતિ તા૧૩જુનના સાંજે ૭ કલાકે ગામ કાગદડી , હડાળા, કોઠારીયા, આણંદપર, બેડી, વાછકપર, મીતાણા, કોટડા, છતર વગેેરે ગામ સાગમટે મહાપ્રસાદ લેશે જેમાં આશરે ૨૫ થી ૩૦ હજાર ભકતો પ્રસાદ લેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

 આ અંગે વધુ માહિતી માટે શ્રી ખોડીયારધામ આશ્રમના મહંતશ્રી નો (૮૧૪૦૭ ૧૦૦૦૮)નો સંપર્ક કરવા જણાવાયું છે.

 યજ્ઞમાં બેસવા માટે ટ્રસ્ટી મંડળના સભ્યો તથા સંજયભાઇ રાઠોડઃ ૯૩૭૫૭ ૦૮૦૦૮, પ્રવિણભાઇ શંખાવરાઃ ૯૭૩૭૬ ૩૭૪૪૫, મનસુખભાઇ ઢોલરીયાઃ ૯૯૦૯૪૦૦૫૩૭, પ્રવિણભાઇ ચપલાઃ ૯૮૭૯૩૩૨૮૪૫, હકાભાઇ હડાળાઃ ૯૪૦૮૯૪૫૮૬૫, જગદીશભાઇ વેકરીયાઃ ૮૬૯૦૫૭૫૭૫૭, અશ્વીનભાઇ ઢોલરીયાઃ ૯૮૨૪૮૧૫૮૦૦, જગદીશભાઇ નસીતઃ ૯૧૦૬૧૭૫૨૮૦,નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

તસ્વીરમાં પ.પૂ.શ્રી  ૧૦૮ શ્રી જયરામદાસબાપુ સાથે ચંદુભાઇ પરમાર, મહેન્દ્રસિંહ તલાટીયા, સુરેશભાઇ પરમાર, સંજયભાઇ ગઢવીપ જીતેન્દ્રભાઇ જાડેજા, અલ્પેશસિંહ સોલંકી, શૈલેષભાઇ લુણાગરીયા, પરેશભાઇ હરસોરા, (કોર્પોરેટર વોર્ડનં-૧૧) રાજુભાઇ ઉમરાણીયા  અને અરૂણ નિર્મળ નજરે પડે છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 કાર્યક્રમોની વિગત

 તા.૧૯/૫ રાત્રે ૯ વાગે જુનિયર જેઠાલાલ.તા.૨૬/૫ સંતવાણી - લોકડાયરો.તા.૨/૬ રાત્રે ૯ વાગે બાટવા રાસમંડળી.તા.૧૩/૬ સંતવાણી-લોકડાયરો

(4:08 pm IST)