Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

દુધમાં ભેળસેળ કરવા અંગે શ્રી નાથજી ડેરી ફાર્મના માલીકનો નિર્દોષ-છુટકારો

રાજકોટ, તા.૧૫ : બાબરીયા કોલોની મેઇન રોડ પર આવેલ શ્રી નાથજી ડેરી ફાર્મનાં માલીકનો દુધ ભેળસેળનાં કેસમાં સેસન્સ કોર્ટ આરોપીની અપીલ મંજુર કરીને નિદોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની  વિગત એવી છે કે તા.૨૬/૧૧/૯૭નાં ફુડ ઇન્સ્પેકટર કે.એન.જાદવ તેમની ફરજની રૂએ બાબરીયા કોલોનીમાં આવેલ શ્રી નાથજી ડેરી ફાર્મની દુકાને જઇ ત્યાં દુકાનનાં માલીક શીવુભા ભાવસીંગ ખેરડીયાની હાજરીમાં ગાયનાં દુધનું સેમ્પલ પંચોની હાજરીમાં ફુડ એડફ્રેશન એકટ તથા રૂલ્સ તમામની કાયદાની જોગવાઇઓ મુજબ સેમ્પલ લીધેલ જે સેમ્પલ પૃથ્થકરણ માટે પબ્લીક એનાલીસ બરોડાને મોકલેલ જેનો રીપોર્ટ આવી જતાં દુધ ઇન્સ્પેકટરશ્રીએ રાજકોટ જયુ.મેજી(મ્યુનિ.)કોર્ટમાં આપેલ હતી.

આ અંગેનો કેસ રાજકોટનાં જયુ.મેજી.ફ.ક(મ્યુનિ.) કોર્ટ સમક્ષ ચાલતા કોપોરેશન એડવોકેટશ્રીએ ચાર સાહેદો તપાસેલ જે સાહેદોનો પુરાવો માન્ય રાખી  તથા દસ્તાવેજો માન્ય રાખી તા.૨૬/૪/૧૬નાં જયુ.મેજી. શ્રી(મ્યુનિ.) કપીલદેવ ત્રિવેદી એ શીવુભા ભાવસીંગ ખેરડીયાને ૧ વર્ષની સજા તથા પાંચ હજાર રૂપિયા દંડ કરેલ હતો. જેની સામે સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી.

તે આરોપી તરફે તેમના વકીલશ્રી દિપક બી. ત્રિવેદીએ એવી રજુઆત કરેલ કે, આરોપીને ઢોર ઢાખર છેનહી દુધ દોયા બાદ સેમ્પલ લેવામાં આવે તે વચ્ચેનો સમયગાળો કેટલો? રાજકોટમાં જે વાતાવરણ છે તેનાથી બાહય પદાર્થ ઉપર તેની ગુણવતામાં થોડો ઘણો ફેરફાર આવે છે તેથી વધુ રાજકોટમાં બાળકો માટે મલાઇ કાઢેલુ દુધ વેચવામાં આવે છે તે દુધોનાં સેમ્પલમાં મોસ્યુરાઇટ દુધ પુરતા ફેટનું ન જોવા મળે કારણે કેતે બાળકો માટે હોય છે. દુધની દુકાનમાં મોસ્યુરાઇટ દુધનો લીટરનો ભાવ ગામમાં દુધનો લીટર ભાવ આમ અલગ-અલગ ભાવે દુધ વેચવામાં આવે છે માત્ર ૬.૫નો  ફેરફાર પી.એફ.રીપોર્ટમાં જોવા મળે તેટલા માત્રથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહી.

આરોપી તરફે તેમના ધારાશાસ્ત્રી દિપક ભુપેન્દ્રભાઇ ત્રિવેદીની રજુઆતો ધ્યાનમાં રાખી આરોપી તરફે કરવામાં આવેલ અપીલ મંજુર રાખી સેશન્સ જજ શ્રી એસ.એ.બ્રહ્મભટેૃ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામે આરોપી તરફે રાજકોટનાં ધારાશાસ્ત્રી દિપક બી. ત્રિવેદી, અનિરૂધ્ધસિંહ જે. ચૌહાણ રોકાયેલા હતાં.

(4:02 pm IST)