Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રાજકોટના ગાંધીગ્રામમાં બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી :ફાયર બ્રિગેડ દોડ્યું

રાજકોટ :આજે સાંજે રાજકોટના ગાંધીગ્રામમાં વિસ્તારમાં આવેલા ગૌતમનગર શેરી ન,1માં પાર્ક કરેલી બે ઇન્ડિકા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે સ્થાનિક લોકોમાં અફરા તફરી મચી હતી. બન્ને કારમાં કયા કારણોસર આગ લાગી તે અંગે હજી જાણી શકાયું નથી.પરંતુ એવું જાણવા મળે છે કે કોઈ ડેલામાં આગ લાગતા આ બન્ને કાર લપેટમાં આવી હતી હાલનાં તબક્કે ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઈ નથી.
  વધુમાં જાણવા મળ્યા મ મુજબ ઇન્ડિકા કાર ન,જીજે 3 ડીડી 4718 અને કાર ન,જીજે 1 એચકે 5957માં આગ લાગી હતી ઘટનાની ફાયરબિગ્રેડને  જાણ થતાં સ્થળ ઉપર દોડી આવી હતી. આગ ઉપર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

(7:59 pm IST)