Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પી.ડી. યુ. કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર નિઃશુલ્ક - દર્દીઓ પૈસા કે દાગીના સાથે ન રાખે

રાજકોટ :રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ સ્થિત કોવીડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલ ૮૦૦ થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ અધિક્ષક દ્વારા સારવાર માટે આવતા દર્દીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે દર્દીઓ જયારે સારવાર માટે દાખલ થાય ત્યારે સુવિધાના ભાગરૂપે પૈસા કે દાગીના સાથે ન લઈ જવા.

(7:44 pm IST)
  • કેન્દ્ર સરકારની ઘોષણા : ઓક્સિજન સિલિન્ડરની ઘટને પહોંચી વળવા, દેશની 100 નવી હોસ્પિટલોને પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા PM Cares ફંડમાંથી ફંડ ફાળવવામાં આવશે access_time 11:18 pm IST

  • પોરબંદરના લોહાણા અગ્રણીનો કોરોનાએ જીવન દીપ બુઝાવ્યો : પોરબંદર લોહાણા હિતેચ્છુ મંડળના પ્રમુખ અને નિર્ણાયક સાપ્તાહિકના તંત્રી શ્રી દિલીપભાઈ ધામેચાનું રાજકોટની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોના વેકસીનના બંને ડોઝ તેમણે લઈ લીધા હતા. છેલ્લા ૧૦ દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા અને બાદમાં છેલ્લે વેન્ટીલેટર ઉપર હતા. અત્યારે સાંજના સમયે તેમના માતુબરી અને તેમના પત્નિ પોરબંદરથી રાજકોટ આવવા નીકળયા છે : (પરેશ પારેખ પોરબંદર દ્વારા) access_time 5:54 pm IST

  • ઈલેક્શનવાળા રાજ્ય બંગાળમાં 420%, આસામમાં 532% અને તમિલનાડુમાં 169% કોરોનાના કેસ વધ્યા; મોતના આંકડામાં 45%નો વધારો. access_time 3:45 pm IST