Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

નવા ૧૫૦ રીંગ રોડ પર ધ બિગ ફેટ બોટ રેસ્ટોરન્ટમાં આગઃ ૨૫ લાખનું નુકસાન

ધર્મેન્દ્રભાઇ ગણાત્રાની માલિકીઃ સિકયુરીટી ગાર્ડના કહેવા મુજબ સવારે કાચ ફુટવાનો અવાજ આવ્યો, તપાસ કરતાં અચાનક બોટ (હોટેલ)ના ઉપરના માળે ધૂમાડા નીકળતાં દેખાયા ને જોતજોતામાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં માલિક તથા ફાયર બ્રિગેડને જાણ કરી : વિશાળ બોટ શેપની હોટેલના બંને માળ ખાખઃ શોર્ટ સરકિટથી આગ લાગી કે કેમ? તે અંગે તપાસઃ બાજુના નંદનવન રેસ્ટોરન્ટ અને ધ બોમ્બે તડકા સુધી પણ આગ પહોંચી જતાં આ બંનેમાં પણ ભારે નુકસાન

ધ બીગ ફેટ બોટ રેસ્ટોરન્ટ ભડકે બળતું પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. આગ બૂઝાયા પછી બોટ શેઇપની હોટેલની હાલત કેવી થઇ તે અન્ય તસ્વીરોમાં નજરે પડે છે. બાજુના બે રેસ્ટોરન્ટ નંદનવન અને બોમ્બે તડકામા઼ પણ આગથી નુકસાન થયું હતું (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી મુંજકા ચોકડી વચ્ચેના રસ્તા પર આવેલી ધ બિગ ફેટ બોટ નામના રેસ્ટોરન્ટમાં વહેલી સવારે એકાએક વિકરાળ આગ ભભૂકી ઉઠતાં જોતજોતામાં બે માળની બોટ શેપની હોટેલ ખોખુ થઇ ગઇ હતી. આગથી પચ્ચીસેક લાખનું નુકસાન થયાનો અંદાજ છે. આગ શોર્ટ સરકિટથી લાગી કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ નવા ૧૫૦ રીંગ રોડ પ સવારે પોણા સાતેક વાગ્યે ધ બીગ ફેટ બોટ રેસ્ટોરન્ટમાં આગ લાગ્યાની જાણ થતાં ચીફ ફાયર ઓફિસરશ્રી ખેર, ડે. ચીફ ફાયર ઓફિસરશ્રી ઠેબા સહિતના અધિકારીઓ ચાર ફાયર ફાયટર, ટેન્ક અને સ્ટાફ સાથે પહોંચી ગયા હતાં. સતત પાણીનો મારો ચલવા આગને કાબુમાં લેવાઇ હતી. આગથી બોટ આકારની વિશાળ હોટેલ, એસી, કોમ્પ્યુટર, ફર્નિચર, કેમેરા, ફ્રજિ, વાસણોના સેટ, રાચરચીલુ એમ બધુ જ ખાક થઇ ગયું હતું. રેસ્ટોરન્ટના માલિક ધર્મેન્દ્રભાઇ કાંતિલાલ ગણાત્રા (ઉ.વ.૫૨) મુંજકા ગામ પાછળ પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહે છે.

ધર્મેન્દ્રભાઇના કહેવા મુજબ પોતે સવારે ઘરે હતાં. સિકયુરીટી ગાર્ડ ધર્મેશભાઇ મકવાણાનો ફોન આવતાં પોતે પહોંચ્યા હતાં ત્યારે આગ વિકરાળ બની ગઇ હતી. સિકયુરીટી ગાર્ડ ધર્મેશભાઇએ કહ્યું હતું કે સવારે અચાનક કાચ ફુટવાનો અવાજ આવતાં મેં તપાસ કરતાં બોટ (હોટેલ)ના ઉપરના માળેથી ધૂમાડા નીકળતા દેખાયા હતાં. અચાનક જ મોટો ભડકો થતાં મેં તુરત શેઠને અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ શોર્ટ સરકિટથી લાગી કે કેમ? એ ખબર પડી નથી.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગ બાજુના નંદનવન રેસ્ટોરન્ટમાં પણ પ્રસરી ગઇ હતી. અહિ ચાર એ.સી., સત્તર સોફા અગાસી પર રાખેલા હતાં તે, બે ટેબલ, લાઇટો, વાયરીંગ, સાત ખુરશી, ઓફિસના દરવાજા એમ બધુ સળગી ગયું હતું. તેમજ અગાસીની ટાઇલ્સ ઉખડી ગઇ હતી. લપસીયા હીચકા પણ સળગી ગયા હતાં. આ ઉપરાંત અન્ય હોટેલ ધ બોમ્બે તડકા રેસ્ટોરન્ટના પાણીના બે ટાંકા સળગી ગયા હતાં. તેમજ બોર્ડ, લાઇટો ઓળગી ગયા હતાં.

સવારના પ્હોરમાં હોટેલ આગમાં ભસ્મીભુત થઇ જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આગની જ્વાળાઓ-ધૂમાડા દૂર સુધી દેખાયા હતાં.

(11:41 am IST)
  • ' ઉમર થાય એટલે મરવું પણ પડે ' : કોરોનાથી થતા મોત અંગે મધ્ય પ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલનું બેજવાબદાર વિધાન access_time 12:25 pm IST

  • દેશમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 2,16,669 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય વધારો છે અને આજે 1,173 નવા દુઃખદ મૃત્યુ દેશમાં નોંધાયા છે. access_time 12:02 am IST

  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST