Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

રાજકોટ આવેલા જનરલ મેનેજર ગુપ્તા સમક્ષ કર્મચારીઓના પ્રશ્ને રેલ્વે મજદુર સંઘની રજુઆત

રાજકોટ, તા., ૧પઃ આજે રાજકોટ  રેલ્વે ડીવીઝનના ઇન્સ્પેકશન અર્થે આવેલા જનરલ મેનેજર શ્રી એ.કે.ગુપ્તા સમક્ષ રેલ્વે મજદુર સંઘના પ્રતિનિધિઓ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્ને મુદ્દાસર રજુઆત કરવામાં આવી હતી.

કર્મચારીઓના વણઉકેલ જે પ્રશ્નો છે તેમાં રાજકોટ ડીવીઝનના કર્મચારી કવાર્ટરની જર્જરીત હાલત, ગૃપ સી અને ગૃપ ડીના તમામ કર્મચારીઓને એલડીસીઇ, જીડીસીઇની ખાલી જગ્યાઓ માટે મોકો આપવો જોઇએ જેને લઇ તેઓ આગળ વધી શકે, રનીંગ સ્ટાફને એલએમએ અને એચસીઅ રેલ્વે બોર્ડની ગાઇડ લાઇન મુજબ તુરત ચુકવવા, સાથોસાથ ૧૮૦૦૦  બૈજીક પગાર ધરાવતા કર્મચારીઓનું બાકી ફિકસેસન તુરત કરવા, ઇન્ટર રેલ્વે ઇન્ટર ડીવીઝનલ ટ્રાન્સફર માટે અરજીઓ ફોરવર્ડ કરવા, એન્જીનીયરીંગ અને એસએનડી વિભાગમાં ખાલી જગ્યાઓના કારણે ગૃપ સી અને ડીના કર્મચારીઓને રેસ્ટ આપ્યા વગર કામ લેવામાં આવે છે તો આ મુદ્દે તુરંત જગ્યાઓ ભરવા, દ્વારકામાં જયાં સુધી હોલીડે હોમ ન બને ત્યાં સુધી સીએસબીએફમાંથી હોટલના રૂમ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી શ્રી ગુપ્તા સમક્ષ મજદુર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાના માર્ગદર્શન મુજબ શ્રીમતી અવની ઓઝા, કેતન જાની, વિરેન રાવલ, ડી.એસ. શર્મા, અભિષેક રંજન, બિક્રમાસિંઘ, કેતન ભટ્ટી, મનોજ અગ્રવાલ, શ્રીમતી જયશ્રીબેન સોલંકી, પુષ્પાબેન ડોડીયા, સંદીપભાઇ, રાકેશભાઇ, ચેતરામ મિણા અને હરજી સહિતના કર્મચારીઓએ કરી હતી આ સમયે રેલ્વેના ડીઆરએમ નિનાવે અને પીસીપીઓ શ્રી સંજય સુરીજી પણ ઉપસ્થિત રહયા હતા. જીએમ ગુપ્તાએ રજુઆત સંદર્ભે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

(3:48 pm IST)