Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સાતળા ગામની સીમમાં ક્રાઈમ બ્રાન્ચે PGVCLના કર્મચારી બની જુગારધામ ઝડપ્યું ;12 જુગારીઓ પકડાયા

ચોકસાઇના ભાગ રૂપે PGVCLની ગાડીનો જ ઉપયોગ કરાયો :બાતમીના આધારે ઓપરેશન સફળ

 

રાજકોટ પાસે આવેલા સાતળા ગામની સીમમાં ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક મહત્વનું ઓપરેશનને સફળતા પૂર્વક પાર પાડ્યુ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓપરેશન પાર પાડવા PGVCLના કર્મચારી બન્યા હતા અને પોલીસ દ્રારા ચોકસાઇના ભાગ રૂપે PGVCLની ગાડીનો ઉપયોગ કરાયો હતો.

પોલીસની મહેનત અને મનસુબો રંગ લાવ્યો અને પોલીસને હાથ લાગ્યુ જુગારધામ. સાતળા ગામની સીમમાં જુગાર રમતા 12 શખ્સોને પેલીસે ડબોચી લીધા હતા અને તમામ શખ્સોની ધરપડક કરી મામલે પોલીસે દ્રારા તપાસ હાથધરવામાં આવી છે.

(1:30 am IST)