Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

જંકશન પ્લોટના રવિ ઉર્ફે બુકો ચૌહાણને એસઓજીએ પિસ્તોલ કાર્ટીસ સાથે કોટેચા ચોકમાંથી ઝડપ્યો

રાજકોટ ;શહેરના જંક્શન પ્લોટના રવિ ઉર્ફે બુકો ચૌહાણને એસઓજીએ પિસ્તોલ અને કાર્ટીસ સાથે કોટેચા ચોકમાંથી ઝડપી લીધો છે રાજકોટ શહેરના મહે.પોલીસ કમિશ્‍નર સાહેબ શ્રી અનુપમ સિંહ ગહલૌત સા તથા મહે.સંયુક્‍ત પોલીસ કમિશ્‍નર સા.શ્રી ડી.એસ.ભટ્ટ સા.ની સુચના તથા જયદિપસિંહ સરવૈયા મદદનીશ પોલીસ કમિશ્‍નર સા.ક્રાઇમ નાઓની રાહબરી હેઠળ તથા એસ.ઓ.જી. રાજકોટ શહેર પો.ઇન્‍સ. એસ.એન.ગડ્ડુ સા.ના માર્ગદર્શન થી અમો ઓ.પી.સીસોદીયા પો.સબ.ઇન્‍સ. ગે.કા.હથીયાર તથા ગે.કા. પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા માટે અમો તથા એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન સાથેના હે.કો.આર.કે.જાડેજા તથા પો.કોન્‍સ. બ્રીજરાજસિંહ ઝાલા તથા ક્રિપાલસિંહ ચુડાસમાને મળેલ ખાનગી હકિકત આધારે કાલાવડ રોડ કોટેચા ચોક ખાતે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ તરફ જવાના ખુણે ખાતેથી રવી ઉર્ફે બુકો દિનેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો મંજુરી રહે. જંકશન પ્‍લોટ ગાયકવાડી શેરી નં.૫ ગુરૂકૃપા રાજકોટ વાળાને કોઇ જાતના પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્‍જામાં ગે.કા.દેશી બનાવટની પીસ્‍તોલ કિ.રૂા.૧૦,૦૦૦ તથા બે જીવતા કાર્ટીસ કિ.રૂા.૨૦૦ મળી કુલ રૂા.૧૦,૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. મજકુર આરોપી અગાઉ પ્રોબીશન તથા મારામારી ગુન્‍હાઓમાં પકડાયેલ છે અને બે વર્ષ પેહલા વડોદરા જેલ ખાતે પાસામા પણ જઇ આવેલ છે.

 

કામગીરીમાં મદદમાં રહેલ સ્‍ટાફ પો.હેડ.કોન્‍સ. આર.કે.જાડેજા તથા ધર્મેન્‍દ્રસિંહ રાણા તથા પો.કોન્‍સ ચેતનસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ જાડેજા તથા બ્રીજરાજસિંહ ઝાલા તથા મોહીતસિંહ જાડેજા તથા જયવીરભાઇ ગઢવી તથા જીતેન્‍દ્રસિંહ ઝાલા  

 

(9:35 pm IST)