Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાજપ ગરીબ, દલિત, આદિવાસીઓને આગળ આવવાની સમાન તક આપે છેઃ ભાનુબેન બાબરીયા

સંઘ પ્રદેશોના અનુ.જાતિ મોરચાના સંગઠનની બેઠક

રાજકોટઃ ભાજપ અનુ.જાતિ મોર્ચાના રાષ્ટ્રીય મંત્રી અને દમણ- દાદરાનગર હવેલીના પ્રભારી ભાનુબેન બાબરીયાએ દમણ અને દાદરાનગર હવેલીના મુલાકાત લઈ સંગઠનનું નિરીક્ષણ કર્યુ હતુ. સેલવાસ ખાતે પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ પ્રમુખ હસમુખભાઈ ભંડારી મસલત કર્યા બાદ સાંસદ કાર્યાલયમાં ભાનુબેન બાબરીયાએ અનુ.જાતિ મોર્ચાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના પ્રમુખ હસમુખભાઈ ભંડારી, સંગઠન મંત્રી વિવેકભાઈ દઢકર અને પ્રદેશ મહામંત્રી અનિલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું નેતૃત્વ દાદનગર હવેલી અનુ.જાતિના અધ્યક્ષ વિજયભાઈ પગારે કર્યું હતં. દમણ ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ સંગઠનમંત્રી વિવેકભાઈ દઢકર જીલ્લા ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું સંચાલન અનુ.જાતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ કિરીટભાઈ માયાવંશીએ કર્યું હતું. બેઠકને સંબોધતા રાષ્ટ્રીય મંત્રી અને પ્રભારી ભાનુબેન બાબરીયાએ જણાવ્યુ હતું કે દેશમાં ભાજપ જ એક માત્ર એવો પક્ષ છે જયાં ગરીબ, દલિત, પીડિત, આદિવાસીઓને આગળ આવવાની સમાન તક મળે છે. ભાનુબેન દમણ અને દાદર નગર હવેલીના અનુ.જાતિના સમુદાયની સમસ્યાથી તેઓ માહિતગાર બની પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલને પ્રશ્નોની રજુઆત કરી હતી.

(4:35 pm IST)