Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

પૂ. સુશાંત મુનિના સાનિધ્યે મનહર પ્લોટ જૈન સંઘમાં બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

વિદ્યાર્થીઓને સિધ્ધ થયેલ મંત્રનું કાર્ડ, માળા, રક્ષા પોટલી અપાઇ

રાજકોટ તા. ૧પ :.. એસ. એસ. સી., એચ. એસ. સી., સી. બી. સી. ઇ. તથા આઇ. સી. એસ. સી. બોર્ડમાં ભણતા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં પૂ. ગુરૂભગવંતના આશીર્વાદ મેળવીને સિધ્ધી અને સફળતા પ્રાપ્ત કરે તેવી ભાવના સાથે ગોંડલના સંપ્રદાયના વાણીભુષણ ગાદીપતિ પૂ. સુશિષ્ય ગીરીશમુનિ મ.સા.ના અંતેવાસી સુશિષ્ય આત્મદિવાકર પૂ. સુશાંતમુનિ મ.સા.ના સાનિધ્યે વિદ્યાર્થીઓને અંતરના આશીર્વાદ એવમ શુભેચ્છા સમારોહ શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળાના પ્રાંગણે પરીક્ષાની પૂર્વ સંધ્યાએ યોજાયેલ.

વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શુભાશીષ આપતા પૂ. સુશાંતમુનિએ ફરમાવેલ કે મેમરી પાવરને હંમેંશા જાગૃત કરશો અને પરીક્ષા ન પુરી થાય અને જો ગભરાટ થાય ત્યારે નવકાર મહામંત્રનું સ્મરણ તથા ઓમ હીં અર્હમ સુમતિનાથ નમઃ મંત્રનું સ્મરણ કરશો અને ત્રણ પ્રકારના 'મ' ના યાદ રાખશો. મનને સ્વસ્થ રાખો, મહેનત એવી કરો કે મારે રેન્ક તો લેવો જ છે અને મંત્ર ઉપર શ્રધ્ધા અને વિશ્વાસ રાખો. પૂ. ગુરૂભગવંતશ્રીએ પોતાના દ્વારા મંત્રથી સિધ્ધ કરેલ રૂદ્રાક્ષની માળા આપી પરીક્ષામાં ફતેહ કરો તેવું આહવાન આપેલ. સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મીઠા મોઢા કરાવી બોલપેનનો સેટ આપવામાં આવેલ જયારે મનોજ ગીફટના રાકેશ ડેલીવાળાએ પાર્શ્વનાર્થ ભગવાન, નવકાર મહામંત્ર ચૌદસ્વપ્ત અને અષ્ટમંગલ વાળુ ૩-ડી કાર્ડ અને રક્ષા પોટલી આપવામાં આવેલ.

આ અવસરે સંઘના બકુલભાઇ મહેતા, મનુભાઇ મહેતા, રજનીભાઇ મહેતા તથા શશીભાઇ દોશી, રાકેશભાઇ અને અલ્પાબેન ડેલીવાળા, રાજેન્દ્ર વોરા, સમીર શાહ અને જયેશ માટલીયા ઉપસ્થિત રહેલ.

(4:32 pm IST)