Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ડૉકટરે આપેલ સાડા નવ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ,૧૫ : ડોકટરે આપેલો રૂ.૯,૫૦,૦૦૦/- અંકે રૂપીયા નવ લાખ પચાસ હજારનો ચેક રિટર્ન થતા ર્કોટમાં ફરીયાદ થયેલ છે.

આ કેસના ફરીયાદી દિવ્યરાજસિંહ એન. જાડેજાએ તેમના બાળપણના મિત્ર અને બી.એચ.એમ.એસ. ડૉકટર હિતેશભાઈ નારણભાઈ પંપાણીયા રહે. જામનગર મુ. અબળાસા (ગીર) તા. તાલાલા જી.ગીર સોમનાથને ફાર્મા કંપની ખાતે વ્યવહાર કરવાનો હોય પોતાના પ્રોફેશનના વિકાસ માટે પૈસાની જરૂરીયાત પડતા અંગત મિત્ર એવા દિવ્યરાજસિંહે મદદ કરેલ. પરંતુ જ્યારે પૈસાની જરૂરીયાત પડતા અંગત મિત્ર એવા દિવ્યરાજસિંહને ડૉકટર હિતેષભાઈ નારણભાઈ પંપાણીયાએ તા.૬/૧૨/૧૭ના રોજ બેન્ક ઓફ બરોડા જામનગર ખાતે ચેક આપેલ.

આ ચેક ફરીયાદીએ પોતાના એકસીસ બેન્ક રાજકોટ ખાતે નાખતા 'ફંડ ઈન્સફીશયન્ટ'ના શેરા સાથે પરત ફરેલ આથી દિવ્યરાજસિંહે પોતાના વકિલ કુલદિપસિંહ બી. જાડેજા મારફત લીગલ ડિમાન્ડ નોટીસ મોકલેલ. પરંતુ, ૧૫ દિવસનો સમય પૂર્ણ થયેલ હોવા છતા ડૉ.હિતેષ નારણભાઈ પંપાણીયાએ પૈસા ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ પણ આપેલ નહીં. જેથી ડૉકટરનો પૈસા ઓળવી જવાનો ઈરાદો સ્પષ્ટપણે છતો થતા આ કેસના ફરીયાદીએ વકિલની સલાહ લઈ અને રાજકોટની કોર્ટમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ છે. આ કામના ફરીયાદી વતી રાજકોટના વકિલ કુલદિપસિંહ બી. જાડેજા, હિતેન્દ્ર સોલંકી રોકાયેલા છે.

(4:29 pm IST)