Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગૌરવ પથમાં ગાબડુઃ શાસકોની સંવેદના પર ડામર

રાજકોટ : શહેરમાં ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે અંડરબ્રિજથી કોટેચા ચોક જવાની બાજુએ રોડની વચ્ચે જ ૧૦ ફુટ લાંબુ પહોળુ ગાબડુ પડયું છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ચારેક મહિનાથી ગાબડુ છે. મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓનો આ કાયમી રસ્તો છે પણ એ.સી. ગાડીમાં બેઠાબેઠા આ ગાબડાની અનુભૂતિ નહિ થતી હોય! અવિરત ટ્રાફિકથી ધમધમતો રોડ હોવાથી ગાબડુ લોકોને વધુ પરેશાન કરે છે. સામાન્ય બાબતમાં પણ પ્રસિધ્ધી માટે તડપતા શાસકોને ગાબડુ પૂરવાની જરૂરીયાત દેખાતી નહિ હોય? કોર્પોરેશનના 'વહિવટ' બાબતે લોકો શું માને છે તે જાણવાની અધિકારીઓ - પદાધિકારીઓને કદી ઇચ્છા નહિ થતી હોય? ગૌરવ પથનું ગૌરવ હણતુ ગાબડુ શાસકોને અર્પણ...

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:13 pm IST)