Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

મારવાડી યુનિવીર્સટીમાં મહીલા સપ્તાહની ઉજવણી

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ ૮મી માર્ચે દરેક વર્ષે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓની સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિધ્ધિઓની પ્રશંસા કરવા માટે વાર્ષિક મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જયારે મહિલાઓનું બહુમાન અને સન્માનની વાત હોય તો જેટલું કરીયે તેટલું ઓછુ  છે તે જ વસ્તુને ધ્યાનમાં લઇને મારવાડી યુનિવર્સિટી અને વિમન સેલ, મારવાડી યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે નારીના સન્માન, બહુમાન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ આખુ સપ્તાહ મહિલા વિક તરીકે ઉજવવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના કાર્યક્રમો જેમ કે ચેસ સ્પર્ધા, બેડમિન્ટન સ્પર્ધા, રિલ રેસ, ડાન્સ અને ઝુમ્બા, થ્રો બોલ, એકસટેમ્પોર, મહેંદી સ્પર્ધા, સાડી ડ્રેસિંગ સ્પર્ધા, એકસપર્ટ સેમિનાર અને વુમન ઇન એન્જીનીયરીંગ યોજવામાં આવ્યા હતા.વિવિધ કાર્યક્રમોમાં ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ૮મી માર્ચના મારવાડી યુનિવીર્સટીના એકસપર્ટ તરીકે ગાંધીનગર ઇન્ફોસીટી ખાતે આવેલ ઇટેક () ના એચ આર મેનેજર ધારા ભરાડીયા, આર. જે. ગ્રીષ્મા, રાષ્ટ્ીય કક્ષાના સ્વિમર અને હાલ સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા સૌમ્ય  જોશી તથા મારવાડીના જ વિદ્યાર્થી અને બરોડાની કોલાબેરા કંપનીના મેનેજર નિધિ બલદાણીયા વિદ્યાર્થીઓ સાથે ટેકનોલોજી સ્ત્રીઓ માટે કારકિર્દીની તકો અને વિસ્વધ કુશળતા કેળવણી વિષે ચર્ચા કરી હતી. વિમન વુમન સેલના ઇન્ચાર્જ પ્રો. ફોરમ રાજદેવ દ્વારા મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(4:03 pm IST)