Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

૧૧ વર્ષની બાળાનો દેહ પીંખનારા પાંચમા શકમંદની પુછતાછઃ બાળક કોનું તે જાણવા ડીએનએ ટેસ્ટ

જેલહવાલે થયેલો બહેરો વૃધ્ધ નાનજી પોતાના ઘરમાં બધાને બોલાવતો અને બાળકીનું શોષણ કરાવતો! : ત્રીજો આરોપી ૪૭ વર્ષનો વિજાનંદ આહિર પણ અંધ છેઃ ચોથો ૧૭ વર્ષનો સગીરઃ વધુ બે શખ્સો ગોવિંદ અને વિપુલની શોધખોળ : વિજાનંદ અગાઉ વ્યાજનો ધંધો કરતોઃ ૨૦ વર્ષની ઉમરે આંખો ગુમાવીઃ તેણે મકાન સાફ કરવાના બહાને બાળકીને બોલાવી બે વાર દૂષ્કર્મ આચર્યુ'તું

મહિલા પોલીસ મથકના પી.આઇ. પી. બી. શાપરા અને રાઇટર હાજીભાઇ તથા પકડાયેલો ત્રીજો આરોપી વિજાનંદ મૈયડ (વચ્ચે) જોઇ શકાય છે. વિજાનંદ પણ અંધ છે

રાજકોટ તા.૧૪: શહેરના ૬૬ વર્ષના વૃધ્ધ નાનજી કડીયા અને ૫૨ વર્ષના પ્રોૈઢ અરવિંદ બાવાજીએ ૧૧ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધાના બનાવમાં ભોગ બનનાર બાળાને આઠ માસનો ગર્ભ હોઇ તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બંને હવસખોર જેલહવાલે થયા હતાં. તપાસમાં વધુ બે શખ્સોના નામ ખુલતાં ગત સાંજે મહિલા પોલીસે ૪૭ વર્ષના વિજાનંદ રવાભાઇ મૈયડ (આહિર) (ઉ.૪૭)ની અને એક ૧૭ વર્ષના સગીરની પણ આ બાળા પર દૂષ્કર્મ ગુજારવા સબબ ધરપકડ કરી છે. સગીરને બાળ અદાલતમાં મોકલાયો છે. વિજાનંદ પણ આંખે દેખતો નથી. તેણે પોતાનું જુનુ મકાન સાફ કરવાના બહાને સગીરાને બોલાવીને બે વખત કાળો કામો કર્યો હતો. પાંચમા શકમંદની પણ પોલીસે પુછતાછ શરૂ કરી છે.

૧૧ વર્ષની દિકરીનું વધેલુ પેટ જોઇને તેણીને દવાખાને લઇ જનાર માતાને દિકરીના પેટમાં આઠ માસનો ગર્ભ હોવાની ખબર પડતાં તે ચોંકી ઉઠી હતી. ત્રણ દિવસ સુધી દિકરીની પુછતાછ કરતાં અંતે તેણીએ પોતાની સાથે બે વૃધ્ધે જ બળાત્કાર ગુજાર્યાનું કહેતાં આ કડીયા વૃધ્ધ નાનજી અને બાવાજી પ્રોૈઢ અરવિંદની ધરપકડ કરાઇ હતી. નાનજી કાને બહેરો છે અને અરવિંદ આંખે અંધ છે. આ બંને જેલહવાલે થયા બાદ બાળાની ડિસ્ટ્રીકટ ચાઇલ્ડ પ્રોટેકટ ઓફિસર પલકબા જાડેજા દ્વારા પુછપરછ કરવામાં આવતાં તેણીએ વધુ બે શખ્સોના હવસખોર તરીકે નામ આપ્યા હતાં.

મહિલા પોલીસે વિજાનંદ મૈયડ અને એક સગીરને પણ પકડી લીધા હતાં. વિજાનંદ કાલાવડ પંથકમાં વીસ વીઘા જમીન ધરાવે છે. તે હાલ ૪૭ વર્ષનો છે. વીસ વર્ષનો હતો ત્યારે આંખમાં પથ્થર વાગતાં એક આંખ ફુટી ગઇ હતી. બીજી આંખ પણ ચેપ લાગતાં ગુમાવી હતી. તેણે એક લગ્ન કર્યા બાદ છુટાછેડા થઇ ગયા હતાં. બાદમાં બીજી અંધ મહિલા સાથે લગ્ન કર્યા છે. તેણે કબુલ્યું હતું કે પોતાનું જુનુ મકાન હોઇ તે સાફસુફ કરવાના બહાને બાળાને બોલાવીને બે વખત દૂષ્કર્મ આચર્યુ હતું. સગીરે પણ બાળા સાથે હવસ સંતોષી હતી.

બાળા સાથે છ શખ્સોએ હવસ સંતોષી હોવાનું હાલ બહાર આવ્યું છે. ચાર પકડાઇ ગયા હોઇ તેના ડીએનએ ટેસ્ટ કરાવાયા છે. બાળાના પેટમાં બાળક કોનું? તે જાણવા આ ટેસ્ટ કરાવાયા છે. બીજી તરફ બાળા ઝનાના હોસ્પિટલમાં દાખલ છે તેની ડિલીવરી કરાવવી એ પણ તબિબો માટે પડકારજનક બાબત બની ગઇ છે.

(3:59 pm IST)