Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વાહન સળગાવવાના અને મારામારીના ગુનામાં સામેલ રાધે ઉર્ફ બાઠીયો પાસામાં

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલ્યો

રાજકોટઃ ગોંડલ રોડ પર શિવનગર-૪માં રાજ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતો અને અગાઉ આજીડેમ પાસે વાહનો સળગાવવાના તથા મારામારીના ગુનામાં સંડોવાઇ ચુકેલા યાજ્ઞિક ઉર્ફ રાધે ઉર્ફ બાઠીયો વાલજીભાઇ કોલાદ્રા (કોળી) (ઉ.૨૩)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહલોૈતે કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ્. નિલેષભાઇ મકવાણા, ભાવીનભાઇ ગઢવી, દિપકભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હોમગાર્ડ હાર્દિક પીપળીયાએ વોરન્ટની બજવણી કરી છે. આજીડેમ ચોકડી આસપાસની સોસાયટીઓમાં ટોળકીએ બાર વાહનોમાં તોડફોડ કરી આગ લગાડી હતી. એ ટોળકી સાથે રાધે પણ સામેલ હતો.

(10:24 am IST)