Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

શ્રીમદ્ પાર્ક - રેસકોર્ષ વિસ્તારમાં રી-કાર્પેટ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૨માં આવેલ શ્રીમદપાર્ક સોસાયટી, રેસકોર્ષ રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલ તથા લત્તાવાસીઓના હસ્તે કરાયું. આ પ્રસંગે વોર્ડ નં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કમલભાઈ ભટ્ટ, યોગરાજસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, ગુલાબસિંહ જાડેજા, દીપાબેન કાચા, મીથુનભાઈ, નીશ્ચલભાઈ જોષી, ડો.પ્રિતેશભાઈ પોપટ, છેલભાઈ રાવલ, રાજુભાઈ પારેખ, રશીદાબેન સીદી, જયસુખભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ મિરાણી, રાજનભાઈ સિંધવ, કૌશિકભાઈ અઢીયા, સરદારભાગસિંગ ટી. કે., નીલેશભાઈ વ્યાસ, સીમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન સોનીજીયા, જસુમતીબેન વસાણી, કિરીટભાઈ પાઠક, દિનેશભાઈ કારિયા, અરજણભાઈ અજાણી, વ્રજલાલભાઈ જોગીયા, દુર્ગેશભાઈ પડિયા, દિનેશભાઈ મોલીયા, પ્રવિણભાઈ ગજેરા, વૈશાલીબેન કારિયા, કમલેશભાઈ ઝાલા, રાજુભાઈ જોષી, નિશાબેન મોલીયા, શ્વેતાબેન શાહ, ભાવેશભાઈ પાટડિયા, પ્રતીમાબેન ત્રિવેદી, અરૂણાબેન માધવાણી, સવિતાબેન ખુંટ, રીટાબેન સાકરીયા, યોગેશભાઈ ત્રિવેદી, હિનાબેન પાટડિયા, ભાવીતાબેન શેઠ, બિનાબેન કારિયા, ભાવનાબેન ચતવાણી, પૃથ્વીસિંહ વાળા, પંકજભાઈ જોષી, બીનાબેન ગાંધી, જતીનભાઈ પડિયા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)