Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સોમવારથી 2BHK ફલેટના ફોર્મનું વિતરણઃ 1BHKની મુદ્દતમાં ૧૦ દિ'નો વધારો

EWS-2 આવાસના ફોર્મ તા. ૨૫ સુધી અને LIG ફલેટના ફોર્મ તા. ૨ માર્ચ સુધી મેળવવા અને પરત કરી શકાશે : ફોર્મ મનપાના સિવિક સેન્ટર તથા ICICI બેંકમાંથી વિતરણ : મનપાના વિગતો જાહેર કરતા બિનાબેન આચાર્ય : જયાબેન ડાંગર તથા ઉદય કાનગડ

રાજકોટ તા. ૧૫ : મ્યુ. કોર્પોરેશન દ્વારા EWS-2 આવાસના ફોર્મની મુદ્દત તા. ૨૫ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવેલ છે તેમજ LIG પ્રકારના આવાસ માટેના ફોર્મ મેળવવા આગામી તા. ૧૭ ફેબ્રુઆરીને સોમવારથી શરૂ થશે.

મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-2 542, LIG - 1268, MIG - 1268 મળી કુલ - ૩૦૭૮ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. જેના અનુસંધાને ગત તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધી EWS-2નાં ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. જે લોકો પાસે પોતાનું ઘર નથી તેવા વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટે EWS-2 આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે વિશેષ તા.૨૫ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવેલ છે.

આ ઉપરાંત 2BHKના LIG 1268 આવાસોના ફોર્મ આગામી તા.૧૭ ફેબ્રુઆરીથી મળી શકશે અને તા. ૨ માર્ચ સુધીમાં પરત કરવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૪ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૧.૦૦ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે.

નોંધનીય છે કે ૧બીએચકેના ૫૪૨ આવાસો માટે ૧૪ હજાર ફોર્મ ઉપડયા છે. જેમાં ૪ હજાર જેટલા ફોર્મ પરત આવ્યા છે.(૨૧.૩૧)

2BHK આવાસ યોજના કયાં બનશે

વિસ્તાર

આવાસની યોજના

માળ

રાણી ટાવરની પાછળ કાલાવડ રોડ

224

P+7

૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારકેશ હાઇટસની બાજુમાં

180

P+5

સેલેનીયમ હાઇટ્સની સામે, મવડીથી પાળ ગામ રોડ

864

P+9

કુલ

1268

 

(3:22 pm IST)