Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આદિવાસીની સુચીમાં અન્ય જ્ઞાતિઓને સ્થાન શા માટે ?

બંધારણીય હકક છીનવાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી : આદીવાસી આગેવાનો દ્વારા કલેકટરને આવેદન

રાજકોટ તા. ૧૫ : ગુજરાત સરકાર દ્વારા અન્ય જ્ઞાતિઓને આદિવાસીની સુચીમાં ઉમેરી સાચાં આદિવાસીઓના બંધારણીય હકક અધિકાર પર તરાપ મારવાના પ્રયાસો સામે આદિવાસી સમાજ ઉકળી ઉઠયો છે. રાજકોટ કલેકટરશ્રીને આવેદનપત્ર આપી જો ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 ભીલવાડા ચોકમાં આદિવાસી સમાજના લોકોએ ધરણા કર્યા હતા.  બાદમાં આદિવાસી સમાજની લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા કલેકટરને આદેવનપત્ર અપાયુ હતુ.

આ રજુઆતમાં આર.ડી. પરમાર, વાસવીબેન સોલંકી, આનંદભાઇ વાગડીયા, જયાબેન ચૌહાણ, ઉતમભાઇ રાઠોડ, દિનેશભાઇ વાઘેલા, રમેશભાઇ કોલી, જીતુભાઇ મે, ભરતભાઇ મુલીયાણા, જેસીંગભાઇ પરમાર, નિલેષભાઇ ભેમિયાતર વગેર બહોળી સંખ્યામાં સાથે જોડાયા હતા. તેમ ગુજરાત આદિવાસી વિકાસ પરિષદની યાદીમાં જણાવાયુ છે.

(3:17 pm IST)