Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભાવનગર રોડ પર એકટીવામાંથી બીયરના ૨૪ ટીન સાથે શાહીદ ઘાંચી પકડાયો

દારૂ ઢીંચી વાહન હંકારતા ત્રણ, દેશી દારૂ સાથે ત્રણ અને એક હદપારી ઝડપાયો

રાજકોટ તા. ૧૫ : શહેરના ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી પાસે બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એકટીવામાંથી બીયરના ૨૪ ટીન સાથે મુસ્લિમ શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે.ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, હેડ કોન્સ. વિરમભાઇ, મનોજભાઇ, અજયભાઇ, મહેશભાઇ, હરપાલસિંહ તથા હેમેન્દ્રભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભાવનગર રોડ પર પટેલ વાડી પાસેથી જીજે૩કેએન-૩૩૪૮ નંબરના એકટીવામાંથી રૂ. ૨૪૦૦ની કિંમતના બિયરના ૨૪ ટીન સાથે શાહીદ ગુલાબભાઇ ઘાંચી (ઉ.વ.૨૨) (રહે. ભગવતીપરા, ઝમઝમ બેકરીવાળી શેરી)ને પકડી લીધો હતો.

દારૂ પી વાહન હંકારતા ત્રણ પકડાયા

એ-ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ ડી.બી.ખેર સહિતે રામનાથપરા મેઇન રોડ ભવાનીનગર પાસેથી દારૂ પી જીજે૩બીપી-૩૨૬૦ નંબરની રીક્ષા લઇને નિકળેલા પ્રવિણ માધુભાઇ બાંભણીયા (ઉ.વ.૨૯) (રહે. ગંજીવાડા શેરી નં. ૪૬)ને માલવીયાનગર પોલીસે દોઢસો ફુટ રોડ, આંબેડકરનગર શેરી નં. ૧માંથી દારૂ પી બાઇક લઇને નિકળેલા સતીષ દામજીભાઇ પરમાર (ઉ.વ.૪૨) (રહે. આંબેડકરનગર શેરી નં. ૫)ને અને તાલુકા પોલીસે મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટી મેઇન રોડ પરથી દારૂ પી જીજે૩કેજી-૯૯૬૯ નંબરના બાઇક પર નીકળેલા હર્ષદ સુરેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) (રહે. લાભદીપ સોસાયટી-૬)ને પકડી લીધો હતો.

દેશી દારૂના દરોડા

ગોંડલ રોડ સત્યવિજય આઇસ્ક્રીમ પાસેથી એ-ડીવીઝન પોલીસે એકટીવામાંથી રૂ. ૬૦૦ના દેશી દારૂ સાથે અનુ આકાશભાઇ રાઠોડ (ઉ.વ.૩૦)ને પકડી લીધી હતી. જ્યારે ચાલક નાશી ગયો હતો. માલવીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં. ૧માંથી રૂ. ૧૬૦ના દેશી દારૂ સાથે સંજય રામજીભાઇ રાખસીયા (ઉ.વ.૨૬) (રહે. આંબેડકરનગર)ને તથા ગાંધીગ્રામ પોલીસે માધાપર ગામમાંથી રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે કિશોર રણછોડભાઇ માલકીયા (ઉ.વ.૩૮) (રહે. માધાપર ગામ)ને પકડી લીધો હતો.

હદપારી ઝડપાયો

એ-ડીવીઝન પોલીસે રામનાથપરા મેઇન રોડ પરથી હદપાર કરાયેલા કિશોર ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) (રહે. ભવાનીનગર શેરી નં. ૪/૯)ને પકડી લીધો હતો.

(1:00 pm IST)