Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આતંકી હુમલાના વિરોધમાં રાજકોટ સોનીબજારમાં કેન્ડલ માર્ચ :કાલે સવારે ત્રિરંગા યાત્રા કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સુવર્ણકારો જોડાયા :શહીદ જવાન અમર રહો, પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા

 

રાજકોટ :જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાનો દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ગામે ગામ વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ દ્વારા લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે ત્યારે રાજકોટની સોનીબજારમાં આજે રાતે 10-30 કલાકે કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં વીર જવાન અમર રહો અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા

 સોનીબજારના હૃદયસમાં માંડવી ચોકથી કેન્ડલ માર્ચ પ્રસ્થાન થઇ હતી જેમાં સોની સમાજ અને જિલ્લા સુવર્ણકાર સંઘના પ્રમુખ સહિતના સહિતના હોદેદારો ,આગેવાનો અને મોટીસંખ્યામાં સુવર્ણકારો જોડાયા હતા  જમ્મુ કાશ્મીર ના  પુલવામાં આતંકવાદીઓ દ્વારા જે જવાનો ઉપર હુમલો કરવાંમાં આવ્યો છે દેશ ના 42 જવાનો વીરગતિ પામ્યા છે અને ઘણા જવાનો ઘાયલ થયા છે ત્યારે શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ જવાનો જલ્દી સ્વસ્થ થઇ જાય અને એમની દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરાઈ હતી

   દરમિયાન આવતીકાલે સવારે 11 વાગ્યે દરબારગઢથી ત્રિરંગા યાત્રા યોજાવાની પણ જાહેરાત કરાઈ છે આવતીકાલે સવારે 11 વાગ્યે દરબારગઢ ચોક પાસેથી ત્રિરંગા યાત્રા નીકળશે તેવું જાણવા મળે છે.

(11:59 pm IST)