Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

પતિત પાવન જન્મોત્સવની ધામધુમથી ઉજવણીઃ ૬૩ બટુકોને યજ્ઞોપવિત

રાજકોટઃ પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુના ગુરૂદેવશ્રી પ.પૂ.શ્રી પતિત પાવન ભગવાનશ્રીના જન્મજયંતિ મહોત્સવ નિમિતે શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ વસાણી તથા તેમના ધર્મપત્ની શ્રી પ્રફુલ્લાબેન વસાણી દ્વારા કરવામાં આવેલ, આ પ્રસંગે શ્રી ભરતભાઇ વસાણી, શ્રી ઇલાબેન ભરતભાઇ વસાણી, શ્રી સુરેશભાઇ વસાણી તથા શ્રી જયોત્સનાબેન સુરેશભાઇ વસાણી ઉપસ્થિત રહી રહેલ આ પ્રસંગે વિનામૂલ્યે ૬૩ બટુકોને યજ્ઞોપવિત (જનોઇ) સંસ્કાર શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે હરિચરણદાસજીબાપુએ આશીર્વચન પાઠવેલ. સ્વ.ગીતાબેન બચુભાઇ ડાંગરની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથીતિથી નિમિતે, શ્રી ભાવેશભાઇ ડાંગર તથા શ્રી રમેશભાઇ બચુભાઇ ડાંગર તેમજ પૂજન શ્રી મહેન્દ્રભાઇ બુવારીયા પરિવારનો સહયોગ મળેલ. આ સમૂહ યજ્ઞોપવિત તથા પૂ.શ્રી પતિત પાવન ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવમાં લોહાણા મહાજનના પ્રમુખ તથા બંન્ને ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઇ પોબારૂનું ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ હતું. મહોત્સવમાં વરિષ્ઠ પત્રકાર કાંતીભાઇ કતિરા, નવિનભાઇ ઠકકર, નારણભાઇ અકબરી, નવનીતભાઇ કારીયા, નરેન્દ્રભાઇ નથવાણી, બેચરભાઇ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ સંચાલન બીપીનભાઇ વસાણી દ્વારા કરવામાં આવેલ. આ મહોત્સવ તથા યજ્ઞોપવિતમાં સેવા આપવા માટે સુરતથી જગદિશભાઇ ઉકાણી, ધરમેશભાઇ લકકડ, કિંજલભાઇ પટેલ, જસમતભાઇ ભાડજા, દિનેશભાઇ દોશી, માલતીબેન દેસાઇ તથા રર અન્ય સ્વયંસેવકો ખાસ સુરતથી આવ્યા હતા. મુંબઇથી મહેમાન તરીકે મણીલાલ સેજપાલ પરિવારના કલ્પનાબેન સેજપાલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પતિત પાવન ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતમાં ૮૦૦૦ લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. મહોત્સવમાં સૌરાષ્ટ્ર તથા રાજકોટ શહેરની જાહેર જનતા ઘરબેઠા જ આ મહોત્સવને નિહાળી શકે એ માટે નિતિનભાઇ નથવાણી તથા ભરતભાઇ મકવાણા દ્વારા ડેન નેટવર્કની સીટી ચેનલમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

(4:12 pm IST)