Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

વરિષ્ઠ પત્રકાર - સાહિત્યકાર વિષ્ણુભાઇ પંડયાને ડી.લિટની માનદ પદવીઃ રાજયપાલ કોહલીજીના હસ્તે એનાયત

 રાજકોટઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા  સેનેટ હોલમાં  રાજયપાલશ્રી અને યુનિવર્સિટી ના કુલાધિપતિ ઓ. પી કોહલીના વરદ હસ્તે પદવીદાન સમારોહમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનારા મહાનુભાવોને ડી.લિટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. તેમાં વિખ્યાત સાહિત્યકાર, વરિષ્ઠ પત્રકાર ઇતિહાસ સંશોધક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઇ પંડ્યા(મો. ૯૪૨૭૮ ૦૪૭૨૨) નો સમાવેશ થાય છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયા, વિવિધ ફેકલ્ટી ના અધ્યક્ષો, અધ્યાપકો તેમજ વિધ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. પદવી પ્રાપ્ત અન્ય મહાનુભાવોમાં ખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુણવંત શાહ, સુધીર નાણાવટી, બ્રહ્મવિહારી દાસ, પરમાત્માનંદ અને અંકિત ત્રિવેદી હતાં.

અત્રે નોંૈધનીય છે કે શ્રી વિષ્ણુભાઇ પંડયાએ ઇતિહાસ, સાહિત્ય, પકારત્વ તેમજ મીડિયામાં પ૦ વર્ષથી પ્રદાન કર્યું છે. તેમના ૯૩ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયા છે. ઇતિહાસ સંશોધન માટે નર્મદ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. કટોકટી અને સેન્સરશીપ સામે સઘર્ષ કરવા માટે ૧૯૭૫-૭૬ માં ''મિસા'' કાનૂન હેઠળ એક વર્ષનો કારાવાસ વેઠયો હતો. ૨૦૧૭માં તેમને સાહિત્ય, પત્રકારત્વ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરનું સર્વોચ્ચ ''પદ્મશ્રી'' સન્માન રાષ્ટ્રપતિ ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું. શ્રી પંડ્યા ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ના અધ્યાપક તરીકે કામ કરી ચૂકયા છે. ઈન્દોર પત્રકારત્વ યુનિવર્સિટી દ્વારા તેમને સ્વતંત્રતા પછીનું પત્રકારત્વ પર ફેલોશિપ આપવામાં આવી હતી. તેનું પુસ્તક પણ   પ્રકાશિત થયું છે. તેઓ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિવિધ અખબારો અને સામયિકોમાં લખે છે. મોરિશયશ ખાતે વિશ્વ હિન્દી સમેલન યોજવામાં આવ્યું તેમાં તેમણે ગુજરાત ના પ્રતિનિધિ  તરીકે ભાગ લીધો હતો. હેદ્રાબાદમાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા ''પેટાસી'' એ આજીવન ઉપલબ્ધિ માટે સન્માન કર્યું હતું. હાલ તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ સંસ્કૃત, ઉર્દુ હિન્દી, સિંધી, કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

 સૌરાષ્ટ્રના માણાવદરમાં તેમનો જન્મ થયો હતો અને ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોશી ડો.હરિવલ્લભ ભાયાણિ તેમજ અન્ય અધ્યાપકો પાસે અનુસ્નાતકનું શિક્ષણ લીધું હતું. સમયમાં હસ્તાક્ષર, ઉતિષ્ઠ ગુજરાત, લંડનમાં ઇંડિયન સોસીઓલોજિસ્ટ, શબ્દની રણભૂમિ, અટલજીઃ કવિ અને કવિતા,'વિપ્લવ માં ગુજરાત અલગાવની, આંધી હથેળીનું આકાશ, ''રંગ દે બસંતી ચોલા'', સરહદ પર સાવધાન, શ્યામજી કૃષ્ણવર્માઃ ક્રાંતિની ખોજમાં, આવશે દિવસો કવિતાના, ''જીવન સાધકની વિમલ યાત્રા' વગેરે પુસ્તકો તેમણે લખ્યા છે. તેમના સ્વ. પત્ની ડો.આરતી પંડ્યા પણ અધ્યાપક, સંપાદક અને લેખક હતાં.

 સંપર્કઃ અજયસિંહ પરમાર

મો. ૦૯૮૨૫ ૬૫૫૦૭૦

(3:46 pm IST)