Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

સોની બજારમાં તન્વી ગોલ્ડ કાષ્ટમાં આવકવેરા વિભાગ બીનહિસાબી વ્યવહારો મળ્યા

૧.૭૮ કરોડનો ટેકસ વસુલવા આયકરની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ આકવેરા વિભાગે તેના નિધારીત કર વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા કામગીરી તેજ કરી છે. આવકવેરા વિભાગે ગઇકાલે સોની બજારની ટોપની અગ્રણી તન્વી ગોલ્ડમાં સર્વ હાથ ધર્યો હતો.

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ આવકવેરા વિભાગ દ્વારા એડવાન્સ ટેકસ માટે સર્વે હાથ ધરાયો હતો, પરંતુ તેમાં મોટી રકમનું બીનહિસાબી વ્યવહારો જાણવા મળતા કુલ ૧.૭૮ કરોડનો ટેકસ વસુલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.  આવકવેરા વિભાગે તાજેતરમાં એડવાન્સ ટેકસ વસુલવા મોરબી-રાજકોટમાં બીલ્ડર સીરામીક પેઢી ઉપર સર્વે હાથ ધરાયો હતો.

(4:04 pm IST)