Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બાંસુરીના સુર રેલાયા : રાજકોટમાં 'અધરવેણુ ગ્રુપ' દ્વારા વર્કશોપ સંપન્ન

રાજકોટ : સુષુપ્ત કલાનો બહાર લાવવા ખાસ કરીને વાંસળી વાદનને પ્રોત્સાહીત કરવાના હેતુથી રાજકોટમાં રચાયેલ 'અધરવેણુ ગ્રુપ' દ્વારા સમયાંતરે બાંસુરી વાદકોને એકત્ર કરી શાસ્ત્રીય સંગીત પધ્ધતીથી વાંસળી વાદન શખવવા વર્કશોપ સહીતના આયોજનો થતા રહે છે. તે અંતર્ગત તાજેતરમાં એક વર્કશોપ ભારતીય  નૃત્ય સંગીત મહાવિદ્યાલય, વિમલનગર ખાતે રમણીકભાઇ માલકીયાને ત્યાં એક વર્કશોપ યોજાય ગયો. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ પં. હરીપ્રસાદ ચૌરસીયાજીના શિષ્ય શ્રી પાર્થોજી સરકારે ઉપસ્થિત રહી વાંસળી વાદનનું તલસ્પર્શી જ્ઞાન શેર કર્યુ હતુ. ૧૫ વાંસળી વાદકોએ આ વર્કશોપમાં ભાગ લઇ સુરમાં સુર પુરાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દર રવિવારે વાંસળી શીખાર માટે નિઃશુલ્ક ધોરણે એક બેઠક યોજવામાં આવે છે. આ અંગેની વધુ વિગત માટે મો. ૯૪૨૭૩ ૮૧૨૧૨ ઉપર સંપર્ક કરવા અધરવેણુ ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.

(11:32 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST