Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

હલેન્ડા ગામે કુવો ગાળવા બાબતે થયેલ હુમલા કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ તા.૧૪ : હલેન્ડા ગામે કુવા ગાળવાની તકરાર સંબંધે થયેલ હુમલાના કેસમાં પકડાવી આરોપઓ સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, હલેન્ડાના ડુંગરપુરની સીમમાં ભીમજી ચનાભાઇએ પોતાની બાજુની વાડીમાં કુવો ખોદતા મનસુખ કોળી અને તેની સાથે ધનજી ભીમજી અને ખોડા ભીમજી સાથે જમીનની તકરાર થયેલ જેમાં ભીમજીભાઇને માથામાં કુહાડી મારેલ અને લાકડી વિગેરેથી માર મારેલ આ બાબતે ફરિયાદીના પત્નિ ફુલીબેન હાજર હતા. તેઓએ રાડારાડ કરેલ. ફરિયાદ એમ.એસ.બાકીની કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષે નયનાબેન ડી. ચૌહાણએ ઉલટ તપાસમાં મહત્વના કોન્ટ્રાડીકશન છે તેમજ જે એફઆઇઆર છે તેમાં છેકછાક છે. તેમાં છેકછાકનો ખુલાસો થયેલ નથી તેમજ જુબાનીમાં અને એફઆઇઆરમાં બંનેમાં અલગ સ્ટોરી આવે છે. આ કામમાં ઇજા પામનાર અને તેના વતી હોરસ્ટાઇલ કર્યા વગર બંને સ્ટોરી પર આધાર રાખે છે. તેમજ મેડીકલ એવીડન્સથી ઇજાને સમર્થન મળેલ નથી. જેથી રાજકોટના ન્યાયમુર્તિ એમ.એસ.બાકીની અદાલતે એડવોકેટની રજુઆતને લક્ષમાં લઇને આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

કેસ ચાલી જતા આરોપી સામે આઇપીસી કલમ-૩ર૪ વિગેરેનો કેસ નાસાબીત માની આરોપીને નિર્દોષ ઠરાવી મુકેલ બચાવપક્ષે ધારાશાસ્ત્રી નયનાબેન ડી. ચૌહાણ રોકાયા હતા.

(4:11 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST