Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

બહાર સોૈ તહેવાર ઉજવતા હતાં, અહિ સોૈ ફરજ બજાવતાં હતાં

સિવિલ હોસ્‍પિટલનો ઇમર્જન્‍સી વિભાગ-મીની ઓપરેશન થીએટર આખો દિવસ ધમધમ્‍યાઃ તબિબો-નર્સિંગ સ્‍ટાફની પ્રસંશનીય કામગીરીઃ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની ટીમો પણ ઘાયલ થયેલાઓને હોસ્‍પિટલે પહોંચાડવા સતત દોડતી રહી

રાજકોટમાં પતંગના પર્વ ઉતરાયણની સોૈએ મનભરીને મોજ માણી હતી. પરંતુ આ તહેવારમાં પતંગના દોરાથી અને અગાસીએ પડી જવાથી અનેકને ઇજાઓ થતાં ૧૦૮ની ટીમો ઘાયલોને સિવિલ હોસ્‍પિટલે પહોંચાડવા સતત દોડતી રહી હતી. સિવિલ હોસ્‍પિટલમાં તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી અને તેમની ટીમની રાહબરીમાં ઇમર્જન્‍સી વિભાગ તથા બાજુમાં દોરાથી ઘાયલ થનારાઓને તત્‍કાલ સારવાર મળી રહે તે માટે મીની ઓપરેશન થિએટરમાં સવારથી મોડી સાંજ સુધી તબિબો-નર્સિંગ સ્‍ટાફ અને બીજા સ્‍ટાફની ટીમો ખડેપગે રહી હતી અને ઘાયલોની સારવાર કરી હતી. બહાર સોૈ પતંગોત્‍સવનો મોજમાં હતા ત્‍યારે અહિ આ ટીમો પોતાની ફરજમાં વ્‍યસ્‍ત હતી. સિવિલના અન્‍ય વિભાગોમાં પણ તમામ સ્‍ટાફ સ્‍ટેન્‍ડ ટુ હતો. મારામારી, વાહન અકસ્‍માતોની ઘટનાઓમાં ઘાયલોને પણ અલગ અલગ વિભાગોમાં ખસેડાયા હતાં. જ્‍યાં તેમને તુરત જ સારવાર અપાઇ હતી.

 

(12:24 pm IST)