Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કસ્તુરબાધામની પવિત્ર ભૂમિ ત્રંબાવટી તરીકે ઓળખાશે

સંત પૂ.મહોનદાસબાપાના હસ્તે નિર્માણ થનાર મંદિર- આશ્રમ- અન્નક્ષેત્રના સંકુલનું ઉદ્ઘાટન : સંતોની ભૂમિકા એક નાવિક અને દીવાદાંડીની છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ રાજકોટ તાલુકા ની પવિત્ર ભૂમિ ત્રંબા (કસ્તુરબા)  ખાતે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ તીર્થ ધામશ્રી રૂપાવટી આશ્રમ (ભાવનગર જિલ્લાના ગારીયાધાર પાસે) દ્વારા આશરે ૨ એકર જમીનમાં આકાર લેનાર મંદિર, આશ્રમ અને અન્નક્ષેત્ર ના સંકુલનું ભૂમિપૂજન સંત શ્રી મોહનદાસ બાપા ગુરૂ શ્રી શામળા બાપાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

નિર્માણ પામનાર આ પવિત્ર તીર્થભૂમિ ની નજદીક મહા ભારતના સમય કાળમાં વનવાસ દરમિયાન વિહરતા પાંડવો ત્રંબા પણ આવ્યા હતા અને ત્રંબકેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરીને પૂજા અર્ચના કરેલ છે તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની લડત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની વંદનીય કસ્તુરબા ને અહીં રાખવામાં આવ્યા હતા. અહીં ત્રિવેણી સંગમ છે. આજી નદીમાં પવિત્ર નર્મદા મૈયા ના નીરનું પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની જહેમતથી અવતરણ થયેલ છે.

રાજકોટ ભાવનગર વચ્ચે આવતા આ ત્રંબા ખાતે મંદિર તથા આશ્રમની સાથે અન્નક્ષેત્રના ભવનનું નિર્માણ કરીને પ્રારંભ કરવાનો સંકલ્પ કરેલ છે જે ૧૭૫ કિલોમીટર ના માર્ગ પર એકમાત્ર અન્નક્ષેત્ર હોવા ને કારણે યાત્રાળુઓ-પ્રવાસીઓ-વટેમાર્ગુઓ-સાધુ-સંન્યાસીઓ માટે આશીર્વાદ રૂપ સ્થળ બનશે.

આ પ્રસંગે આયોજિત સમારોહમાં ઉદબોધન કરતા ગુજરાત પવિત્ર ધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું. કે, મનુષ્ય જીવનમાં સંતોની ભૂમિકા એક નાવિકની છે અને સંસાર માં મધદરીએ રસ્તો ભૂલનારને એક માર્ગદર્શક-દીવાદાંડી સ્વરૂપે તરીકે રસ્તો બતાવે છે. સંતશ્રી મોહનદાસ બાપાનું પણ એવું જ વ્યકિતત્વ છે. જે નૈતિક મૂલ્યોને લઇને ચાલનાર સંત છે. તેમના માં અદભૂત આધ્યાત્મિક શકિત છે.

 સંતશ્રી મોહનદાસ બાપા સમાજના સમતોલ વિકાસ માટે મહિલા સશકિતકરણ ઉપર પણ ખાસ ભાર મુકે છે.  કાર્યક્રમમાં મહિલા સશકિતકરણના ભાગ રૂપે ત્રંબા ગામની ૧ હજાર મહિલા તથા રાજકોટની એકરંગ સંસ્થાની ૪૦ જેટલી દિવ્યાંગ બહેનોને પ્રસાદીના ભાગ રૂપે એક સોનાની ચૂંક, ચાંદીના છડા તથા ચાંદીનું પેન્ડલ, રૂ.૫૦ રોકડા તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા,ઙ્ગ શ્રી રતનભાઇ, શ્રી ધર્મેશભાઇ મીનાવાલા, શ્રી ઇશ્વરભાઇ તથા તેમનો પરિવાર, સુરતના જિલ્લા રજીસ્ટાર શ્રી વિપુલ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી નીતિનભાઇ, શ્રી મોહનદાસભાઇ,શ્રી મૂળજીભાઇ, શ્રી લવાભાઇ શ્રી ધીરૂભાઇ કોરાટ, સહિતના તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સર્વ શ્રી જગદીશભાઇ રધાણી,અશોકભાઈ ગાંધી, કિરીટભાઇ ગોરસીયા, ભાવેશભાઇ માધાણી,ભરતભાઇ મહુવાવાળા,ગીરીશભાઈ ગોરસિયા, રમેશભાઇ ઉપલેટા વાળા, રાકેશભાઇ તલાટી, મહેન્દ્રભાઇ મહેતા, ગિરિશભાઇ મહેતા, પંકજભાઇ શેઠ, બીપીનભાઇ રધાણી, અલ્પેશભાઇ ધ્રુવ, આશિષભાઇ ચુડાસમાં, ભાવિક તલાટી, દીપક તલાટી, શ્રીપ્રદીપભાઇ માંડાણી, જીજ્ઞેશભાઇ લોટીયા, નિકુંજ લોટીયા, સંજય લોટીયા, જીગ્નેશ તલાટી નિલેશ ગગલાણી, જયેશ મલકાણ કમલેશ મલકાણ, નીતિન મહેતા, કેયુર, યશ શ્રીમાંકર, અમીત કાચલીયા,તેજસ ગોરસિયા તથા અન્ય સેવકો સામાજિક અગ્રણીઓ કાર્યકરો, ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(4:22 pm IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST