Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રાજકોટ મનપાની વેરા વસુલાત શાખાની કડક કાર્યવાહી :મિલ્કતો સીલ કરી 7 લાખથી વધુની રિકવરી કરી: ફફડાટ

વેસ્ટઝોનમાં 2 મિલ્કત સીલ કરી 3,37 લાખ અને સેન્ટ્રલ ઝોનમાં 6 મિલ્કત સીલ કરીને 3,79 લાખ વસૂલ્યા

રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા કડક કામગીરી હાથ ધરી છે  ટેક્ષ લેણદારો સામે પાલિકાએ લાલઆંખ કરતા કડક કાર્યવાહી કરવામાં કરી છે. પાલિકાએ વેસ્ટ ઝોનમા બાકીદારો પૈકી 2 મિલકત સીલ કરીને 3 લાખ 37 હજાર રકમની રિકવરી કરવામાં આવી છે.

  જયારે સેન્ટ્રલ ઝોનમાં બાકીદારોની 6 મિલકત સીલ કરી 3 લાખ 79 હજાર રકમની રિકવરી કરવામાં આવતા અન્ય લેણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(7:13 pm IST)