Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભારતમાંથી ૨૩૪૦ મહિલાઓ મેહરમ વગર 'હજ'પર જશે

રાજકોટ તા.૧૪: મેહરમ (પુરૂષ સાથી) વગર 'હજ'કરવા માટેની મંજૂરી મળ્યા બાદ આ વર્ષે ૨૩૪૦ મહિલાઓ એકલા 'હજ'ઉપર જઇ શકશે. ગત વર્ષ કરતા આ વર્ષે મહીલા હજ યાત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. ભારતીય હજ સમિતિના કહેવા મુજબ મેહરમ (પુરૂષ સાથી) વગર  હજ પર જવા માટે કુલ ૨૩૪૦ મહિલાઓની અરજીઓ આવી હતી અને તમામ અરજી સ્વીકારી લેવાઇ છે. આ મહીલા હજ યાત્રીઓની રહેવા, જમવા, મુસાફરી તથા અન્ય જરૂરતો માટે વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ હજ કમિટીના મુખ્ય કાર્યકારી અધીકારી મકસુદ અહંમદ ખાને જણાવ્યુ હતું કે. આ વખતે કુલ ૨૩૪૦ મહિલાઓ મેહરમ વગર હજ પર જશે. ગત વર્ષ કરતા મહિલા હજયાત્રીઓની સંખ્યા બમણી થઇ છે.

(3:51 pm IST)