Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વિકાસ કી પતંગ ઉડાના, સમસ્યા કી પેચ કાટના, માંજે જીતના લંબા રિશ્તા બઢાના... : પોતાના વતન રાજકોટમાં સગા - સંબંધીયો સાથે મકરસંક્રાંતી પર્વની ઉજવણી કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિબહેન

રાજકોટઃ ગુજરાતના સુકાનની વ્યસ્તતા વચ્ચે પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ગઈકાલે મકરસંક્રાતિ દિને સવારે અમદાવાદમાં અને બપોર પછી રાજકોટમાં પતંગ ઉડાડી મોજ માણેલ. છેલ્લા અઢી વર્ષથી સરકારના વડા તરીકે તેઓ વિકાસની પતંગ ઉડાવી રહ્યા છે. અંદર- બહારના અનેક 'કાવા' છતા તેમની પતંગ સ્થિરતા સાથે પ્રગતિના આભમાં ઉડી રહી છે. મુખ્યમંત્રી જાણે છે કે 'જબ તક ડોર હાથમેં હૈ, તબ તક કા ખેલ હૈ, દેખી તો હોગી સબને' પતંગે કટી હુઈ... જૂના મિત્રો ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ, શ્રી જયોતિન્દ્રભાઈ મહેતા, શ્રી તખુભા તલાટીયા, સ્વ.વિનુભાઈ રાજયગુરૂ પરિવારના યોગેશભાઈ તથા શ્રી નીતિન ભારદ્વાજ, શ્રી મુકેશભાઈ મહેતા સહિતના લોકો સાથે સહપરિવાર પેચ લગાડવાની મજા માણી હતી. તસ્વીરમાં કોઈની પતંગ કાપ્યાનો આનંદ લેતા વિજયભાઈ - અંજલીબેન સહિતના લોકો ખુશખુશાલ દેખાય છે. વિજયભાઈની પતંગ ચગતી રાખવા અંજલીબેન પણ ફિરકી પકડી બરાબર સાથ દઈ રહ્યા છે. જયારે કાર્યકરો તેમની પાછળ વિજયભાઈ - અંજલીબેનના ફોટાવાળી પતંગ દર્શાવી હતી. તસ્વીરોમાં પતંગની મજા માણતા શ્રી અભયભાઈ ભારદ્વાજ દર્શાય છે. વચ્ચેની તસ્વીરમાં જૂના મિત્રો સાથે વિજયભાઈ અંજલીબેન દેખાય છે અને છેલ્લી તસ્વીરમાં શ્રી નીતિનભાઈ ભારદ્વાજ દોરાની બાગડોર પોતાના હાથમાં લઈ પતંગની મજા માણી રહ્યા છે. 'દોર' હાથમાં રાખવાની તેમને ફાવટ આવી ગઈ છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)

(4:37 pm IST)