Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

લાખોની છેતરપીંડીના ગુનામાં પકડાયેલ તાંત્રિકના જામીન મંજુર

રાજકોટ તા.૧૫: તાંત્રીક વિધી કરવાના બહાને રૂ.૫૫ લાખ જેવી રોકડ અને સોનુ ઓળવી જવા છેતરપીંડી અંગેની ફરિયાદમાં તાંત્રીક શરીફુદ્દીનના જામીન કોર્ટે મંજુર કર્યા હતા.

પશ્ચિમ બંગાળના વતની હાલ સુરત શહેરમા સ્થાયી થયેલા શરીફુદ્નિ ઉર્ફે બાબુ સીરાજુભાઇ ખાન પર રાજકોટના સોની બજારમાં સોની કામ કરતા બંગાળી વેપારીઓએ તાંત્રીક વિધી કરવાના બહાને નેટ બેકીંગ થી રોકડ રકમ અને આંગળીયા મારફત સોનુ મોકલાવેલ. જેમાં તાંત્રીક વિધી કરવાના બહાને રૂ.૫૫ લાખ જેવી રકમનું સોનું અને  રોકડ રકમ ઓળવી ગયાની ફરિયાદ એ.ડિવી.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.

આ ફરિયાદના કામે શરીફુદિન ઉર્ફે બાબુ સિરાજુલ ભાઇની ધરપકડ કરવામાં આવતા સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવતા તાંત્રીક વિધી કરનાર શરીફુદિન ઉફર્ષ બાબુ સીરાજુલભાઇ ખાનના જામીન મંજુર કરતો હુકમ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટ એડી.સે.જજ શ્રીની કોર્ટમાં ફરમાવવામાં આવેલ છે. આ કામા આરોપી/અરજદાર તરફે એડવોકેટ તરીકે સમીર કે.છાયા રોકાયેલ હતા.

(3:50 pm IST)