Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મેન્ટર

એક સફર : ઇમોશનલથી પ્રેકિટકલ

'જીવનની તકલીફોથી ટેવાઈ જાઓ. વિશ્વને તમારા કામથી જ મતલબ છે. વિચારોથી નહી' — બિલગેટ્સ.

જીવન એટલે કર્મ અને ભકિતનો સંગમ આ કર્મ અને ભકિતનો મહિમા તો ભગવદગીતા નો હાર્દ છે આપણા ધર્મગંથો આપણા મોટા મા મોટા ગુરુ છે. જીવનમંત્ર અને જીવનશૈલીનો મર્મનો આ ગ્રંથોના શિક્ષણનુ અભિન્ન અંગ છે. કસ્કર્મ ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. જયારે ભકિત ભાવ સાથે સંબંધ ધરાવે છે. લાગણીની અભિવ્યકિત ભાવત્મક વિકસ ની ગાથા ગાય છે. અને ક્રીયાની અભિવ્યકિત સ્નાયવિક વિકાસ ની ગાથા ગાય છે.

આજે વ્યકિતના ભાવાત્મક પાસા કરતા શારિરિક અને ક્રીયાત્મક પાસાના વિકાસ પર સવિશેષ ભાર મુકવામા આવે છે. આજનો અભ્યાસક્રમ જુઓ ક્રિયાંવિત છે. ભાવનાઓનુ આ અભ્યાસક્રમમાં કોઈ સ્થાન નથી. સાહિત્ય કલા ના વિષયો કસબ ના વિષયોથી પરિમુખ થઈને ટેકનોલોજી અને પ્રાયોગીક અભિગમ ને સ્થાન છે. જે નાગરીક દ્યડતરની પ્રક્રીયામા ભાવનાઓ લાગનીઓની અભિવ્યકિત ને વિસરી ને પ્રવ્રુતિ પ્રેકટીકલ જ્ઞાન ને વીકારે છે. અને હા કેમ ના હોય ? અભ્યાસક્રમો તો સમાજની પ્રવર્તમાન જરૂરીયાતોને આધીન હોય છે. તો તત્વતઃ એજ સાબિત થયુ કે આજના સમાજમા લાગણીશીલ વ્યકિતઓ કરતા ક્રિયાંવીત સર્જકોની બોલબાલા છે.

આજે મિત્રો વ્યકિત વ્યકિત વચ્ચેનો સંબંધો પ્રેકટીકલ થતા જાય છે. માંવી ખુબ પ્રેકટીકલ બની ગયો છે. કોઈ બાળકના રડવાથી મુસાફરો દરેક એ બાળક પ્રત્યે ધ્યાનકેન્દ્રીત કરી એ બાળકને રમાડવા પ્રયાસ કરતા આવા દ્રશ્યો એ બહુ જુના થઈ ગયા છે. આજે બસમા બાળક રડે છે. જ કયાં ? કેમ કે બાળકને પ્રથમ થી જ મોબાઈલ આપી બેસાડી દીધેલ હોય છે. અને રમે ને એ રડે છે. તો આજુબાજુના યુવાન વયની પેઢીનુ નાકનુ ટેરવુ ચઢી જાય છે. ઊફ... કેટલો અવાજ છે ? એમ કહે અણગમો વ્યકત કરે છે. મુસાફરી દરમિયાન કોઈ વ્રુધ્ધ વ્યકિત ઉભા છે. અને બસ ની બ્રેક લાગતા પડી જવાય છે. તો પણ સક્ષમ વ્યકિત તેમની વ્રુધ્ધાવસ્થા તરફ કરુણા દયાનો ભાવ ન રાખતા પોતાની સીટ પર આરામ થી બેસી તમાશો જોવે છે. આપણે શુ ? એને સીટ નો મલી તો ? આવા અનુભવો તમને પણ કયારેક થયા હશે જે આજે વ્યકિતના વ્યકિતત્વ નુ વિચલન બતાવે છે. કે માણસ આજ ભાવનાઓ થી ભાગી પોતા પુરતો બન્યો છે.

માનસની વ્રુતી સ્વાર્થી બનતી જાય છે. પોતાનુ ભલુ કરતો કરતો એ કોઈના હિતનો ભોગ લેતા અચકાતો નથી. તેમના માટે અન્યની તકલીફ સહજ છે. અને પોતાનુ સુખ સર્વસ્વ છે. વ્યકિત સ્વભોગિ બન્યો છે.પરોપકારી વ્રુતિ, બંધુત્વની ભાવના સાર્વભૌમત્વનો સ્વીકાર આ મુલ્યોનો હસ થતો જાય છે અને વ્યકિત લાગણીના બંધનોમાથી મુકત થઈ પ્રેકટીકલ જીવન જીવતો થઈ ગયો છે.

આજના માનવીની દુનીયા વિશાળ જરુર છે. પરંતુ એક લંબચોરસ મોબઈલની સ્ક્રીન અને ટી.વી. સ્ક્રીન જેટલી વિશાળ છે. બાજુમા રહેનાર પાડોશીના સુખ દુૅંખ સાથે તેને કોઈ મતલબ નથી. પાડોશીઓના પ્રસંગો આપણા ઘરના પ્રસંગો બની રહેતા.

મ્રુત્યુ પામનાર વ્યકિતની સ્મશાનયાત્રામા લોકો જોડાય છે. અને સ્મશાન પર સમય પસાર કરતા કરતા બીઝનેશની ડીલો પણ થાય છે. અરે આજની સમાજની ભૌતીક સુવીધા સગવડો ની વણથંભી વણજાર તો જુઓ મિત્રો સ્મશાનો ફરવાના સ્થળ બન્યા છે. આ છે. કળીયુગનો વ્યવહાર, પ્રેકટીકલ દુનીયા. મિત્રો, જયાં હૃદયથી નહી લોકો મનથી કર્મ કરે છે. અને હ્રદય અને મન વચ્ચેનુ અંતર કાપવામાં જીંદગી વ્યતીત થઈ જાય છે. હૃદય અને મન વચ્ચેની સફર એટલે જ ઇમોશનલ થી પ્રેકટીકલ સુધીની સફર.

પાર્થ ઉવાચ :

કાશ કોઈ એક ઐસા  આઈના બનાદે,જો ચેહરા નહી નિયત દિખાદે

(3:49 pm IST)