Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બાર એસો. દ્વારા સોમનાથ-સાસણના પ્રવાસ આયોજનની મળેલ ભવ્ય સફળતા

વકીલો દ્વારા બાર એસો.ની ટીમને અભિનંદન વર્ષા

રાજકોટ : રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત સોમનાથ-સાસાણ પ્રવાસ સમપન્ન થયા બાદ રાજકોટ બાર એસો.ની ટીમને રાજકોટના તમામ એડવોકેટશ્રીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે. ગત તા. ૧ર-૧-ર૦૧૯ ના રોજ રાજકોટ બાર એસો. ના નવનિયુકત પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા રાજકોટ બારમા વકીલાતનો વ્યવસાય કરતા વકીલશ્રીઓ માટે સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ દર્શન તેમજ સાસણ ખાતે પ્લેટેનીયમ રીસોર્ટના પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું જે પ્રવાસનો રાજકોટના રર૦ થી વધુ વકીલ મીત્રોએ લાભ લીધો હતો. આ સમગ્ર પ્રવાસ પ્રાઇવેટ ૪ બસો દ્વારા આયોજીત કરવામાં આવેલ હતો સવારે ૬ કલાકે રાજકોટ થી પ્રવાસ શરૂ કરવામાં આવેલ હતો. જયાંથી વાયા જુનાગઢ સવારે ચા-પાણી-નાસ્તો કરી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવરે ૧૧ કલાકે પ્રવાસ પહોંચ્યો હતો ત્યારબાદ દરેક એડવોકેટશ્રીઓને સાસાણ ગીર ખાતે ફાર્મ હાઉસમાં રીસોર્ટમાં સ્વીમીગ પુલ, ઝીપ લાયનીંગ, રાઇડોની મજા ઉઠાવી હતી. ત્યારબાદ સાંજે ૬ કલાકના સુમારે સાસણગીરની પ્રખ્યાત ટીમ દ્વારા ધમાલ ડાન્સ (આદિવાસી)નું આયોજન  કરવામાં આવેલ હતું જેમાં બધા વકીલ મીત્રોએ મન મુકીને મોજ માણી હતી. ધમાલ ડાન્સ પુર્ણ થયા બાદ સાદુ કાઠીયાવાડી ભોજનની લહેજત માણ્યા બાદ સુખરૂપ બધા વકીલ મીત્રો રાત્રે રાજકોટ ખાતે પરત ફર્યા હતાં. આ સમગ્ર પ્રવાસ અયાોજનને સફળ બનાવવા રાજકોટ બાર એસો.ના પ્રમુખ  બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોશી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડા વિગેરેએ સમગ્ર પ્રવાસ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. (પ-૩૮)

(3:22 pm IST)