Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સાયકલોફનમાં ૧૪૦૦ રાઇડરો જોડાયા : નિર્ધારીત સમયમાં રાઇડ પૂર્ણ કરનારાઓને પુરસ્કાર

રાજકોટ : લોકો સાયકલ ચલાવતા થાય તેવા ઉદેશ્યથી રાજકોટ સાયકલ કલબ દ્વારા રોટરી મીડટાઉન લાયબ્રેરી તથા સુરક્ષા સેતુ અને મ્યુ. કોર્પો.ના સહયોગથી તાજેતરમાં સાઇકલીંગ ઇવેન્ટ 'રોલેક્ષ સાયકલોફન'નું આયોજન કરાયુ હતુ. અત્યાર સુધીની સૌથી મોટી આ સાયકલોફનમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના મળીને કુલ ૧૪૦૦ રાઇડરોએ ભાગ લીધો હતો. આ કોઇ સ્પર્ધા નહોતી. છતાય નિયત સમયમાં રાઇડીંગ પૂર્ણ કરનારાઓને પ્રોત્સાહીત કરવા રોકડ ઇનામો અપાયા હતા. રાઇડર્સનો ઉત્સાહ વધારવા રૂટ પર ડી.જે. મ્યુઝીક સાથે ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ. અનેક લોકોએ તેમને ચીયરઅપ કરી ભાગ લેવા બદલ ઉત્સાહ વધાર્યો હતો.  ૨૫, ૫૦, ૭૫ એમ ત્રણ કેટેગરીની આ ઇવેન્ટમાં૧૮ થી ૭૮ વર્ષની વય જુથના રાજકોટ સહીત જામનગર, ભાવનગર, જુનાગઢ, ધ્રોલ, વેરાવળ, જસદણ, અમદાવાદ સહીતના જિલ્લાઓમાંથી રાઇડરોએ ભાગ લીધો હતો. વિજેતાઓને બાલાજી વેફર્સ તરફથી ૧.૧૦ લાખાના રોકડ પુરસ્કારો અપાયા હતા. ડી.સી.પી. સૈની, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, બાન લેબના મૌલેશભાઇના હસ્તે ઇનામ વિતરણ કરાયુ હતુ. ઇવેન્ટને ફલેગ ઓફ મ્યુ. કમિશ્નર  બંછાનીધી પાની, પોલીસ કમિશ્નર મનોજ અગરવાલ, રોટરી મીડટાઉનના પ્રેસીડેન્ટ અશોક ભટ્ટ, સેક્રેટરી રાહુલ ડાંગરના હસ્તે અપાયેલ. આ પ્રસંગે આઇ.એમ.એન.ના પ્રમુખ ડો. હીરેન કોઠારી તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાઇડરોનો ઉત્સાહ વધારવા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની અને ડે. કમિશ્નર ચેતન નંદાણીએ પણ ૫૦ કિ.મી. સાયકલ રાઇડ નિરધારીત સમયમાં પૂર્ણ કરી હતી. સ્ટેમ્પ બુથ પર ખોડલધામ ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ એ ગ્રુપ, રાજકોય સાયકલ કલબ, રાજકોટ રનર્સ કલબ અને શાઇન સ્કુલના સભ્યોએ સેવા આપી હતી. ઇવેન્ટ પૂર્ણ થયેલ સાયકલ કલબ દ્વારા ૨૬ સાયકલો પુજીત રૂપાણી ટ્રસ્ટ તથા મહાપાલીકા સંચાલિત લક્ષ્મીબાઇ સ્કુલની જરૂરીયાતમંદ દિકરીઓને ભેટમાં અપાઇ હતી. ઇવેન્ટમાંતસ્વીમાં ફલેગ આપી સાયકલોફનને પ્રસ્થાન કરાવાતુ તેમજ અંતિમ તસ્વીરમાં ઇનામના હકદાર સાયકલ રાઇડરો નજરે પડે છે. (૧૬.૫)

(3:20 pm IST)