Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સોલાર એનર્જી માત્ર રૂફટોમાં જ નહી પરંતુ ઓપન એકસેસમાં પણ ફાયદારૂપ છે

સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સોલાર રૂફટોપનું ચલણ વધતુ જાય છે. પરંતુ અમૂક મોટી ઇન્ડસ્ટ્રીઝ હોટલ કે હોસ્પીટલો વગેરે એવા છે કે જેમને અગાશી ઉપર જરૂરીયાત મુજબ જગ્યા નથી અથવા તો ધૂળ ઉડવાના પ્રશ્નોને લીધે સોલાર પેનલ સાફ કરી શકે એવી વ્યવસ્થા નથી.

આવા લોકો માટે આશીર્વાદ રૂપ સોલાર પ્રોજેકટ 'ઓપન એકસેસ' પોલીસી હેઠળ લગાવી શકાય છે.

આ પ્રકારના પ્રોજેકટમાં કન્ઝયુમર પોતે જે તે Discom  (એટલે કે PGVCL,UGVCL વિ.)ના કાર્યક્ષેત્રમાં કોઇપણ જગ્યાએ જમીન લઇ પોતાનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરે જેનું કનેકશન નજીકના સબ સ્ટેશનમાં આપે જયાં એક મીટર મૂકવામાં આવે. આ મીટર સોલાર પ્લાન્ટથી ઉત્પન્ન થતા પાવરના રીડીંગ લે જેમાંથી અમૂક લોસ બાદ કરીને કન્ઝયુમરના પોતાના લાઇટ બીલમાં યુનીટે યુનીટ બાદ મળે. વળી ન વપરાયેલા યુનીટના પણ APPC પ્રમાણે વળતર મળે.

આવા પ્લાન્ટની અમૂક મર્યાદા છે.

૧. જમીન ખરીદીનો ખર્ચ પ્રોજેકટના ખર્ચમાં ઉમેરાય.

ર. ગુજરાત ઇલે.રેગ્યુલેટરી કમીશન (GERC) ના નિયમ તથા સરકારની સોલાર પોલીસી મુજબ મીનીમમ ૧૦૦ KW નો સોલાર પ્લાન્ટ સ્થાપી શકાય તેથી નાનો પ્લાન્ટ નહી.

૩. હાલમાં કોન્ટ્રાકટ ડીમાન્ડના પ૦% સુધી જ મંજૂરી મળે છે તેથી જેમને ર૦૦ KW કે તેથી વધુ કનેકશન હોય તેજ આ પ્રકારના સોલાર પાવર પ્લોન્ટ લગાવી શકે.

૪. એકાદ કન્ઝયુમર પોતે એકલો પ્લાન્ટ લગાવે તો ટ્રાન્સમીશન લાઇન, ફેન્સીંગ, સીકયુરીટી વિ.નો ખર્ચ એકલાએ ભોગવવો પડે.

પ. રૂફટોપમાં કોઇ લોસીસ ગણાતા નથી જયારે હાલની GCRC ની ગાઇડ લાઇન પ્રમાણે ૧૧ KV ની લાઇનમાં કેપ્ટીવ પ્લાન્ટ માટે ૩%નો લોસની ગણતરી થાય છ.ે

સોલાર પ્લાન્ટના લાભ

૧. જે જમીનની ખરીદી કરી તેની રપ વર્ષ પછી કિંમત વધારો જે એક ફાયદારૂપ થશે.

ર. કોઇ ગ્રુપ કે સમુહમાં સોલાર પાર્ક બનાવે તો ટ્રાન્સમીશન લાઇન, ફેન્સીંગ, સીકયુરીટી વિ.નો ખર્ચ વિભાજીત થઇ જાય.

૩. રોજ કે જરૂરીયાત મુજબ સોલાર પેનલને સાફ કરવાથી વધુમાં વધુ સોલાર પાવરનું ઉત્પાદન મેળવી શકાય.

૪. કોઇપણ વ્યકિત પોતે સોલાર પ્લાન્ટ સ્થાપી વિજળી વેંચી શકે જે રૂફટોપમાં જોગવાઇ નથી.

હાલની સરકારની પોલીસી પ્રમાણે કોન્ટ્રાકટ ડીમાન્ડના પ૦% સુધીની મયાદામાં રહી સોલાર પ્લાન્ટની મંજૂરી મળે છે. તથા ૩% જે લોસની ગણતરી થાય છે. અને બાબતે કોઇ એસોશીએશન, ફેડરેશન વિ. જો સરકારમાં રજૂઆત કરે અને ૪ મે.વો કે તેથી નાના પ્લાન્ટને પ૦%માંથી તથા ૩% ના લોસમાંથી મુકિત અપાવે તો સમગ્ર ગુજરાતમાં સોલાર ઉત્પાદન ફરીથી વધે અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન વધે.

અહીં નોંધવુ જોઇએ કે ર૦૧૧-૧ર દરમિયાન સોલાર પાવર પ્લાન્ટની જે સંખ્યામાં સ્થાપના થઇ ત્યાર બાદ ગુજરાત સમગ્ર ભારતમાં સોલાર એનર્જીના ક્ષેત્રમાં પાછળ રહી ગયું છે આ માટે પોલીસીમાં થોડા સુધારા વધારા કરી નાનાઉદ્યોગોને રાહત મળે, હોટલ કે હોસ્પીટલોને પણ રાહત મળે એ દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે.

કેતન એ.ભટ્ટ

(મો. ૯૪ર૮ર ૦ર૧૦ર) રાજકોટ

(11:36 am IST)