Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

કોસ્મોપોલીટન હોટલ-સાગર ફરસાણ-ધનલક્ષ્મી ફરસાણમાંથી ર૮ કિલો અખાદ્ય ચીજ વસ્તુનો નાશ

૮ ખાણીપીણીનાં ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટીસઃ તલ-દાળીયાની ચિકીના નમૂના લેવાયાઃ ૩૧ વેપારીને ત્યાં ચેકીંગ ˆવ્યવસાય વેરા માટે ૧૦ર વેપારીઓને નોટીસઃ પર મિલ્કતો ધારકો પાસેથી રૂા. ૪૯.૪ લાખ તથા ૭૪ ધંધાર્થીઓ પાસેથી રૂા. ૩.પ૪ લાખનો વ્યવસાય વેરા સહિત કુલ પર.પ૮ લાખની વસુલાત કરાઇ ˆ ૧૬પ બોર્ડ-બેનર, ઝંડી જ કરાઇઃ જાહેરમાં કચરો ફેંકનાર ૮ દંડાયાઃ રપ૦૦નો દંડ : કાલાવડ રોડ પર મનપાના તમામ વિભાગ દ્વારા સંયુકત કાર્યવાહી

રાજકોટ,તા.૧૪: શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફ્કિ મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ  ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વેય આજે વેસ્ટ ઝોનના કાલાવડ રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફ્ેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તમામ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
૫૨.૫૮ લાખની વેરા વસુલાત
વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૮ અને ૧૦ માં પંચનાથ કોમ્પલેક્સ, અમીવર્ષા કોમ્પલેક્સ, બિઝનેશ પાર્ક, તુલીપ ટાવર, ક્રિસ્ટલ મોલ, સેન્ટર વન કોમ્પલેક્સ, એમ્પોરિયા કોમ્પ્લેક્સ, ઉંત્સવ બિલ્ડિંગ, વિગેરે માંથી કુલ ૫૨ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૪૯ લાખ ૪ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ. વિશેષમાં કુલ ૭૪ આસામીઓ પાસેથી કુલ રૂ. ૩ લાખ ૫૪ હજાર ની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ, જયારે વ્યવસાય વેરા માટે કુલ ૧૦૨ ધંધાર્થીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે.
આમ, કુલ ૧૨૬ લોકો પાસેથી કુલ ૫૨ લાખ ૫૮ હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવેલ.
૨૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૨ નમુના લેવાયા
વન વીક વન રોડ અંતર્ગત કાલાવડ રોડ  પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં  ફ્ુડ સેફૂટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ  ॐ ગૃહ ઉંદ્યોગ, પોપટપરા મે. રોડ ખાતેથી તલની ચિક્કી (લુઝ) અને દાળીયાની ચિક્કી (લુઝ)-  નમુનો લેવામાં આવ્યો હતો. આ ઉંપરાંત
ફૂડ વિભાગ દ્વારા શહેરના કાલાવડ રોડ પર આવેલ (૧) કોસ્મોપોલીટન હોટલ માંથી  - સાંભાર - ૬ કિ.ગ્રા., રાઇસ - ૫ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. (૨) સાગર ફ્રસાણ માર્ટ- દાજીયુ તેલ ૫ કિ.ગ્રા., છાપેલી પસ્તી ૪ કિ.ગ્રા, અખાદ્ય સોડા ૩ કિ.ગ્રા.નાશ, હાઇજીન બાબતે નોટીસ. (૩) ધનલ્ક્ષ્મી ફ્રસાણ- દાજીયુ તેલ ૫ કિ.ગ્રા. નાશ તેમજ લાયસન્સ તથા હાઇજીન બાબતે નોટીસ આપવામાં આવી હતી. જયારે કાઠીયાવાડ ટી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, પાન હાઉંસ, આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ધ માધવ પાન, ઉંમિયાજી અમુલ પાર્લર,  સિધ્ધી વિનાયક આઇસ્ક્રીમ  વગેરેને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.
દબાણ હટાવ શાખા
દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત કાલાવડ રોડ પરથી ૧૬૫ બોર્ડ-બેનર/ ઝંડી જ કરવાની કામગીરી આવી હતી.
જાહેરમાં કચરો ફેંકતા ૮ દંડાયા
વન વીક વન રોડ અંતર્ગત કાલાવડ રોડ પર જાહેરમાં કચરો ફ્ેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૦૮ લોકો પાસેથી રૂ. ૨,૫૦૦/-, કચરાપેટી / ડસ્ટબીન ન રાખવા સબબ કુલ ૦૫ આસામીઓ પાસેથી રૂ. ૧,૨૫૦/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉંપયોગ કરવા સબબ કુલ ૨૦ આસામીઓ પાસેથી રૂ. ૮,૭૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૩૩ લોકો  પાસેથી કુલ રૂ. ૧૧,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. વેસ્ટ નાખવા સબબ ૦૧ આસામીને રૂ.૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ અને ૦૯ ટ્વીન લીટરબીન રીપેર કરવામાં આવેલ.
બાંધકામ-વોટર વર્કસ-ડ્રેનેજ
 વોર્ડ નં.૮,૧૦ દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજેસ્ટ્રોમ વોટર મેનહોલ સફઇ સંખ્યા – ૧૨, ડ્રેનેજ મેન હોલ સફઇ સંખ્યા- ૪૦, પાણીની વાલ્વ ચેમ્બર સફઇ સંખ્યા – ૧૧, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૧૦, પેવીંગ બ્લોક રીપેરીંગ-(ચો.મી.) – ૧ રોડ રીપેરીંગ (ચો.મી.) – ૦૦, રબ્બીશ ઉંપાડવાનુ કામ.વિગેરે કામગીરી કરવામા આવી હતી.

 

(4:00 pm IST)