Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

કોર્ટની બાજુની ગૌચરની જમીનમાં ગૌશાળા બનાવવા મારો એજન્ડા : કિશોરસિંહ વાઢેર

રાજકોટ બાર એસો.ની ચુંટણીના કારોબારીના ઉમેદવારે વિચારો વાગોળ્યા : દરેક વકિલ એક ગાય રાખે તો સૌને ચોખ્ખુ દુધ મળે અને પશુધન પણ સચવાય જાય

રાજકોટ તા. ૧૪ : રાજકોટ બાર એસોસીએશનની ચુંટણી નજીક આવતા ગરમાવો આવી ગયો છે. ત્યારે કારોબારીના ઉમેદવાર કિશોરસિંહ રામસિંહ વાઢેરે પોતાનો એજન્ડા જણાવતા એક યાદીમાં જણાવેલ છે કે કોર્ટની બાજુમાં આવેલ ગૌચરની જગ્યા છે ત્યાં ગૌશાળા માટે કલેકટરને ડીમાન્ડ કરી છે અને ઓલરેડી ફાઇલ ઓન ટેબલ છે.તેઓએ જણાવ્યુ છે કે રાજકોટમાં વસ્તીની સંખ્યા જોતા સૌને ચોખુ દુધ મળી શકે તે માટે પશુધન સાચવવા જરૂરી છે. જો એક વકિલ એક ગાયની સંભાળની જવાબદારી ઉઠાવી લ્યે તો બધાને ચોખ્ખુ દુધ મળી શકે અને પશુધન પણ સચવાય જાય.

મારા આ વિચારો સાથે સહમત હો તો મને સહકાર આપજો. તેમ અપીલ કરતા કિશોરસિંહ વાઢેર (મો.૯૮૭૯૪ ૦૭૪૭૪) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:39 pm IST)