Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

શિયાળુ રમતોત્સવ

ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ વણ દીઠેલી ધરા પર યૌવન માંડે આંખ

રવિવારે ક્રાંતિકારીઓના જીવનચરિત્ર પર પ્રદર્શનઃ રમતોત્સવમાં બાળકોથી માંડી મોટેરોઓ પણ ભાગ લઇ શકશે

  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતી પ્રસંગે એમણે લખેલો આ દુહો.યુવાઓની નસે નસમાં વહેતા ગરમ લોહી અને મનમાં સેવેલા સમણાંઓને ચરિતાર્થ કરે છે. વિવેકાનંદજીએ કહેલું જો સશકત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે.તો શરીર-મન-બુદ્ધિથી સશકત એવા સૌ નવયુવાઓનું નિર્માણ કરવું પડશે. યુવાઓએ ફુટબોલનાં મેદાનમાં જઇ ફુટબોલ રમવાનો ઉપદેશ બલીષ્ઠ યુવાધનનાં નિર્માણ માટેનું આહ્વાન.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ સન ૧૯૨૫થી જાહેરમાં મેદાન પર આજ કાર્યક્રમ નિત નિયમીત કરે છે.ન માત્ર બલીષ્ઠ પરંતુ હનુમાનજીની માફક બલની સાથો સાથ બુદ્ધિની પણ ઉપાસનાં બોદ્ધિક કાર્યક્રમ દ્રારા સ્વયંસેવકો નિત્ય કરે છે.અને આ કરતા કરતા જ જયારે દેશને કે દેશબાંધવોને મદદની જરુર પડે ત્યારે સહજભાવે રમતા-રમતા સેવાનાં મોટામાં મોટા કાર્યો સ્વયંસેવકો સમાજને સાથે લઇ અને નિર્ભીકતાથી પાર પાડે છે.

 સન ૨૦૧૯ થી વર્તમાન સમય સુધી દેશ એક એવી વૈશ્ચીક મહામારીમાંથી પસાર થયો.જયારે તમામ બંધુઓને ઘરમાં ફરજીયાત પુરાવુ પડ્યું.તો યુવાઓ અને બાળકો માટે શાળા-કોલેજો , રમત-ગમતનાં મેદાનો , વગેરે ઉપર સરકારે પ્રતિબંધ લાદ્યો. હવે સ્થિતી ફરી સામાન્ય બનવા જઇ રહી છે.ત્યારે આ યુવાઓમાં-બાળકોમાં ફરી પાછુ શારિરીક જોમ ભરાય,ફકત મોબાઇલ કે કોમ્પ્યુટર જીવી વિદ્યાર્થી ન બની જતાં એનાં શરીર- મન - બુદ્ધિનાં વિકાસને પ્રાધાન્ય પ્રાપ્ત થાય . વિભિન્ન રોગો સામે લડવા માટે બલીષ્ઠ શરીર દ્વારા રોગ પ્રતિકારક શકિત મજબુત બને સાથો સાથ આપણાં દેશ અને સંસ્કૃતિની આપણી રમત-ગમતો અને તેમાંથી પ્રાપ્ત સહજીવન, નિડરતા, શૌર્યનાં ગુણોનું સંવર્ધન થાય એવા ઉમદા હેતુસર નટરાજ નગરની મધુવન પ્રભાત શાખા દ્રારા એ વિસ્તારનાં સમાજનાં તમામ ઉમ્રનાં બંધુઓ માટે દોડ, સ્લો સાયકલીંગ, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી ભારતિય રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રમત ઉત્સ્વ દરમ્યાન ગૌ અને ગૌ આધારીત વિભીન્ન જીવન રક્ષક અને જીવન ઉપયોગી વસ્તુઓનું વેચાણ , ગૌ-પાલનનું જીવનમાં મહત્વ, રાષ્ટ્ર વિચારને પ્રેરક અને પોષક, મન-બુદ્ધિને શુદ્ધ અને બુદ્ધ કરે એવા રાષ્ટ્રીય વિચારનાં પુસ્તકો , મહાપુરુષોનાં જીવન ચરીત્રોનાં પુસ્તકોનું સામાન્ય દરે વેચાણ , ઉપરાંત આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્ત ક્રાંતિકારીઓનાં જીવનચરિત્ર પરની એક ભવ્ય પ્રદર્શનીનું આયોજન આ તકે કરવામાં આવ્યું છે.આ સમગ્ર આયોજન તા.૧૯ ને રવિવારનાં રોજ સવારે ૭ થી બપોરે ૧ સુધી રોઝરી સ્કુલનું મેદાન , સોમનાથ સોસાયટી, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે.

 આ રમતોત્સ્વમાં ઇન્દિરા સર્કલ થી પટેલ કન્યા છાત્રાલય,પંચાયત ચોક, ગોપાલ ચોકથી રૈયા ટેલીફોન એકસચેન્જ વગેરે વિસ્તારનાં ૧૫ થી ૪૦ વર્ષની ઉંમરનાં ભાઇ-બહેનો ભાગ લઇ શકશે.

આ માટે વાલીઓએ પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન તા.૧૬ સુધીમાં સુભાષભાઈ દવે મો.૮૮૪૯૫ ૮૦૩૪૮,  દીપકભાઈ વ્યાસ મો. ૯૪૨૮૨ ૭૪૨૪૯, હરીશભાઇ   પોપટ મો. ૯૮૨૫૮ ૯૬૩૯૨ પોતાના બાળકોનું નામ રજીસ્ટ્રેશન કરાવી લે વાલીઓ પણ સાથે આવી શકશે. (૪૦.૧૫)

 સુભાષ દવે

મો. ૮૮૪૯૫૮૦૩૪૯

(4:09 pm IST)