Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

બસ પોર્ટમાં જ્યાં જ્યાં નજર પડે, માસ્ક વગરના લોકો નજરે ચડે

કેટલાક જાગૃત નાગરિકોએ કહ્યું-દંડથી બચવા નહિ અમારા રક્ષણ માટે માસ્ક પહેરીએ છીએ

રાજકોટઃ કોરોના સામે માસ્ક રક્ષણ આપી શકે છે અને હજુ કોરોના અંતર્ગત કર્ફયુ પણ શહેરમાં અમલમાં છે અને માસ્ક પહેરવામાંથી મુકિત પણ આપવામાં આવી નથી. આમ છતાં લોકો બિન્દાસ્ત બનીને માસ્ક વગર નીકળી પડે છે. શહેરના એસટી બસ પોર્ટમાં પણ જ્યાં જ્યાં નજર પડી હતી ત્યાં લોકો માસ્ક વગરના નજરે ચડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સ તો સમ ખાવા પુરતું પણ જોવા મળ્યું નહોતું. એક તરફ તંત્રવાહકો કહે છે કે હજુ કોરોનાની લ્હેર આવી શકે એમ છે, બીજી તરફ લોકો જાગૃત બનવાને બદલે બેફિકર બનીને માસ્ક વગર નીકળી પડે છે. તસ્વીરમાં જે દ્રશ્યો છે તેમાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા નથી. અમુક જાગૃત નાગરિકોએ માસ્ક પહેર્યા હતાં. તેણે કહ્યું હતું કે દંડથી બચવા નહિ પણ પોતાની સુરક્ષા માટે અમે માસ્ક પહેરવાનું યોગ્ય સમજીએ છીએ. કોરોના ટેસ્ટીંગ બૂથમાં ખુદ કર્મચારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતાં. કેન્ટીન ધારક પણ ખુલ્લા મોઢે બેઠેલા હતાં. કોરોનાનો સંપુર્ણ ખાતમો ન થાય ત્યાં સુધી થોડી જાગૃતિ સોૈએ રાખવી અત્યંત જરૂરી હોવાનું લાગે છે.

 (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:49 pm IST)