Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

બાર એસો.ની ચુંટણીમાં રિતેશ ટોપીયા-પંકજ દોંગાની ઉમેદવારી

કારોબારી માટે ચુંટી કાઢવા વકીલોનું બહોળું સમર્થન

રાજકોટ તા. ૧૪: આગામી તા. ર૧ ડીસેમ્બરે ર૦૧૯ના વર્ષ માટે યોજાઇ રહેલી ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થતા વધુ બે ઉમેદવારો સીવીલ તથા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરતા અને યુવા એડવોકેટસ વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા તરવરીયા યુવા એડવોકેટ પંકજ દોંગા તથા રીતેશ ટોપીયાએ પણ કારોબારી સભ્ય તરીકે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારી નોંધાવતી વખતે રાજકોટ બાર એસોસીએશન મેઇન બાર રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન, ક્રીમીનલ બાર એસોસીએશન, એમ.એ.સી.પી. બાર એસોસીએશન, યુવા લોયર્સ તથા અન્ય વિવિધ બાર એસોસીએશના હોદેદારો સહીત મોટી સંખ્યામાં સીનીયર-જુનીયર વકીલોએ ઉપસ્થિત રહી તેઓને બહોળું સમર્થન પુરૃં પાડેલ છે. (૭.૧૬)

(4:05 pm IST)