Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રૂ બાર લાખના ચેક રિર્ટન કેસમાં પટેલ દંપતિ વિરૂધ્ધ ધરપકડ વોરંંટ

રાજકોટ તા ૧૪ : રૂ ૧૨,૦૦,૦૦૦/- નાચેક રિર્ટન કેસમાં પટેલ દંપતી વિરૂધ્ધ પકડ વોરંટ કોર્ટે ઇસ્યુ કર્યુ હતું

આ કામે ફરીયાદી અસલમભાઇ બ્રાંભણીયા તે વેલપેક ઇન્ડસ્ટ્રીઝ ના પ્રોપરાઇટરે ૮૦ ફીટ રીંગરોડ, અજય-વ-બ્રિજ, બેંક ઓફ બરોડા, રાજકોટ વાળાએ આરોપી દશ્રંપતી જગદીશભાઇ ડાયાભાઇ પટેલ તેમજ ચંદ્રિકાબેન જગદીશભાઇ પટેલ રહે. ૩ ખુજાળ, તા.દસકોઇ, જસ. અમદાવાદ વાળાને રૂા ૧૨,૦૦,૦૦૦/- (બાર લાખ) ની  '' કોઇલ નેઇલ'' જીએસટી બીલ વાળો માલ વહેચેલ જેના બદલે આ પટેલ દંંપતીએ લેણી રકમનો ચેક આપતા તે '' ઇનસફીસીયન્ટ બેલેન્સ'' ના શેરા  સાથે પરત ફરતા ફરીયાદીએ આ પટેલ દંપતી વિરૂધ્ધ સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટમાં કેસ ફાઇલ કરતા નેગોસીએબલ કોર્ટના મેજીસ્ટ્રેટે આરોપી કોર્ટમાંહાજર ન થતા ધરપકડનું વોરંટ ઇસ્યુંકરેલ  છે. આ કેસમાં ફરીયાદી વતીએડવોકેટ  ભાવિન વ્યાસ રોકાયેલા છે.

(3:36 pm IST)