Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

એરપોર્ટમાં બે આતંકવાદી ઘુસી ગયાઃ સીઆઇએસએફ અને શહેર પોલીસે દબોચી લીધાઃ પ્લેન હાઇજેક કરવાનું કાવત્રુ નિષ્ફળ...જો કે અંતે મોકડ્રીલ જાહેર થઇ

રાજકોટઃ શહેરના એરપોર્ટમાં આજે દિવાલ ઠેંકીને બે આતંકવાદી ઘુસી ગયાની જાણ સીઆઇએસએફ મારફત થતાં ક્રાઇમ બ્રાંચની ટીમ, એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ એચ. એમ. રાણા, ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા, ટ્રાફિક બ્રાંચના અસલમ અંસારી અને ટીમ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો દોડી ગઇ હતી. ટ્રાફિક પોલીસે બહારના ભાગે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ગાંધીગ્રામ પોલીસની ટીમ પણ બહાર ગોઠવાઇ ગઇ હતી. જ્યારે સીઆઇએસએફ સાથે એસઓજી અને કયુઆરટીની ટીમે એરપોર્ટ અંદર જઇ બંને આતંકીને ઝડપી લીધા હતાં. આ આતંકીઓનો ઇરાદો પ્લેન હાઇજેક કરવાનો હતો. લાંબી કામગીરીને અંતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ યોજાયાનું જાહેર થયું હતું. જુદા-જુદા વિભાગોની કટોકટીના સમયે કેવી કામગીરી હશે? તે ચકાસવા માટે અવાર-નવાર આવી મોકડ્રીલ યોજાતી હોય છે. એરપોર્ટ ખાતે આ વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારની મોકડ્રીલ યોજાઇ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)