Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજકોટ જીલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થી સંખ્યાના પ્રમાણમાં વધારાના વર્ગો બંધ કરવા મુદ્દે રજૂઆત

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ કમિશ્નરને પત્ર પાઠવ્યો

ધોરાજી તા.૧૪ : ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ રાજયની શાળાઓની કચેરીના કમિશ્નરશ્રીને પત્ર પાઠવીને રાજકોટ જીલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થી સંખ્યાના પ્રમાણમાં વધારાના વર્ગો બંધ કરીને વધારાના શિક્ષકો ફાજલ કરવા મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.

લલીતભાઇ વસોયાએ વધુમાં જણાવ્યુ છે કે, મને મળેલ રજૂઆત મુજબ જિલ્લામાં ઘણી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા ઓછી છે અને વર્ગો બંધ થવાની સ્થિતિમાં છે. પરંતુ શાળાના સંચાલક દ્વારા આવા વર્ગો બંધ કરવાની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરવામાં આવી નથી. એટલે આવા વિદ્યાર્થી સંખ્યા વગરના વધારાના વર્ગો ચાલે છે. અને તે વધારાના વર્ગોના સેટઅપ મુજબ વધારાના શિક્ષકો શાળામાં ફરજ બજાવે છે. તે હકીકત છે.

સંજોગોએ સમગ્ર રાજકોટ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓની સ્થળ તપાસ કરી અથવા પગાર બીલેથી વિદ્યાર્થી સંખ્યાની વિગત મેળવી સુઓમોટો કરી વર્ગ બંધ કરવાની જરૂરી સુનાવણી કરી વધારાના શિક્ષકોને ફાજલ કરી જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ત્યા સરકારશ્રીના નાણાના અને શિક્ષણના હિતમાં ફાળવણી કરવા આગળની કાર્યવાહી કરવા સંદર્ભ પત્રથી જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટને રજૂઆત કરેલ હતી. જે અંગેની કોઇ કાર્યવાહી થઇ હોવાની વિગતો મને મળેલ નથી. જે ધ્યાને લઇ સત્વરે આ અંગેની આગળની કાર્યવાહી થાય તે માટે જરૂરી આદેશ કરવા લલીતભાઇ વસોયાએ માંગણી છે.

(12:02 pm IST)