Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વોર્ડ નં.૨ની વોર્ડ ઓફીસ બનાવવાના કામનો પ્રારંભ : નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : ગીત ગુર્જરી સોસાયટી પાસે વોર્ડ નં.૦૨ની વોર્ડ ઓફિસ બનાવવાના કામનું ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર શહેરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, મીનાબા જાડેજા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રમત-ગમત સેલ ગુજરાતના સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા, વોર્ડ પ્રભારી મનુભાઈ વદ્યાસીયા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રીશ્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા તથા અગ્રણી અજયસિંહ જાડેજા, ગૌતમભાઈ વાળા, પંકજભાઈ જોષી, ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ વ્યાસ, નીશ્યલભાઈ જોષી, જયસુખભાઈ પરમાર, સંજયભાઈ મિયાત્રા, ભરતભાઈ કાઢી, ભરતભાઈ વીરડા, જયરાજસિંહ જાડેજા, ઈલુભાઈ કાસવાણી, રજાકભાઈ જામનગરી, ગોપાલભાઈ ભુવા, ભરતભાઈ કાઠી, કૌશિકભાઈ અઢીયા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, ભગવતભાઈ શર્મા, પુષ્કરભાઇ જૈન, જય સોમાણી, ચંદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જય દવે, છેલાભાઈ રાવલ, રાજુભાઈ પારેખ, જય જોષી, અનિલભાઈ મકવાણી, જે.ડી. ઉપાધ્યાય, અનુબેન, પલ્લવીબેન, નુસરતબેન, માધવીબેન, જસમતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:16 pm IST)