Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પેલેસ રોડ ખાતે શ્રી આશાપુરા માતાજીના મંદિરે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં હવન

રાજકોટ : નવરાત્રીનાં નવલા દિવસોમાં જગતજનની રાજરાજેશ્વરી માં આશાપુરાની પૂજા અર્ચના અને આરાધના આસ્થાભેર કરવામાં આવે છે. નવરાત્રીનો પર્વ ભકિત દ્વારા શકિત પ્રાપ્ત કરવાનો મહાપર્વ છે. અધર્મ ઉપર ધર્મ અને અસત્ય પર સત્ય અને આસુરી શકિત પર સુરા શકિતના વિજયનો મહાપર્વ  હોય, હવનાષ્ટમીનાં દિને શહેરનાં પેલેસ રોડ ખાતે આવેલ જાડેજા કુટુંબનંા કુળદેવી  શ્રી આશાપુરા માતાજીના મંદીર ખાતે આઠમનો હવન યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટનાં ઠાકોર શ્રી માંધાતાસિહજી જાડેજા અને યુવરાજ શ્રી જયદીપસિંહજી જાડેજાએ શાસ્ત્રોકત વિધિ – વિધાનથી હોમાદીક ક્રીયા હવન વિધિ અને બીડું હોમવાનો લાભ લીધો હતો. માં આશાપુરાની પુજા અને આરતી કરેલ. હવન પ્રસંગે હરીશ્ચંદ્રસિંહ જાડેજા, એચ.એલ.જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, દૈવતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હનુમંતસિંહ ઝાલા, નિલરાજસિંહ જાડેજા, છત્રસિંહ જાડેજા, આર.ડી.જાડેજા, ભુપતસિંહ રાણા, ગુલાબસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, દેવુભા જાડેજા, ગજુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, મોહિતસિંહ જાડેજા, અનિરૂઘ્ધસિંહ જાડેજા, હેમભા જાડેજા, પ્રવિણસિંહ ચુડાસમા, રઘુવીરસિંહ રાણા, બળદેવસિંહ ચુડાસમા, જગદીશસિંહ જાડેજા, નીતુભા વાઘેલા, ઘનુભા જાડેજા અને માઈ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ભાવિક ભકતોએ પણ આરતી દર્શનનો લાભ લીધો હતો. શાસ્ત્રોકત વિધિવિધાનથી હવન કાર્ય રાજશાસ્ત્રી શ્રી ભરતભાઈ ભટ્ટ, યજ્ઞેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, વિશ્વેષભાઈ ભટ્ટ, મનિષભાઈ જોશી, કિરીટભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ત્રિવેદી, રાજેશભાઈ પંડયા, પ્રફુલભાઈ જોશી, જયભાઈ ભોગયતા વિગેરેએ પૂર્ણ કરેલ.

(3:06 pm IST)