Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સોનલ ગરબો.....શીરે... ધર્મેશ્વર મહાદેવ મંદિરે બાળાઓના રાસની રમઝટ

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ધર્મનગર કો.ઓ. સોસાયટીમાં આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોવિડની ગાઇડ લાઇન અનુસાર ગરબીનું આયોજન થયું છે. ૫૮ બાળાઓ દ્વારા તાલીરાસ, બેડારાસ, દાંડીયારાસ જેવા વિવિધ રાસ રજુ કરવામાં આવે છે. બાળાઓને દરરોજ લ્હાણી આપવામાં આવે છે. આયોજનને સફળ બનાવવા. આર.ડી.જાડેજા મો.૮૭૮૦૩ ૧૫૫૨૪, મોહનભાઇ ગઢવી, મંત્રીશ્રી  અશ્વિનભાઇ હજરનીશ, સુરેશભાઇ પંડયા, જયંતિભાઇ પરમાર, વાઢેરભાઇ, રાજનભાઇ પંડયા, દિપકભાઇ ભટ્ટ ગીરીશભાઇ મહેતા તથા વાજાભાઇ તેમજ શ્રી ધર્મનગર માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:57 pm IST)